For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઢેરા-DLF ડીલમાં તપાસના આદેશ આપનાર અધિકારીની બદલી

By Super
|
Google Oneindia Gujarati News

robert vadra
ચંદીગઢ, 16 ઑક્ટોબરઃ રોબર્ટ વાઢેરા અને ડીએલએફ ડીલની તપાસના આદેશ આપનાર આઇએએસ અધિકારી અશોક ખેમકાની બદલી કરી દેવામાં આવી છે. અશોક ખેમકાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા અને થોડાક કલાકો બાદ જ તેની બદલી કરી દેવામાં આવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા અને રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ વચ્ચે થયેલી 58 કરોડની જમીન ડીલનું મ્યુટેશન કરનાર વરિષ્ઠ આઇએએસ અધિકારીની બદલી કરી દેવામાં આવે છે. હરિયાણાના મુખ્ય સચિવને પત્ર લખીને રાજ્યના જમીન કૌભાંડને બહાર લાવનાર વરિષ્ઠ આઇએએસ અધિકારી અશોક ખેમકાની ટૂંક સમય પહેલાં જ બદલી કરી દેવામાં આવી છે.

વાઢેરાએ 3531 એકર જમીન રિયલ એસ્ટેટ કંપની ડીએલએફને વેંચી હતી, ખેમકાને વાઢેરાની કંપની સ્કાઇ લાઇટ હોસ્ટિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને ડીએલએફ વચ્ચે આ જમીન ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા જણાઇ, ત્યાર બાદ તેમણે તેનું મ્યૂટેશન રદ કરી નાંખ્યું હતું. જમીન ડીલને રદ કરવાના દસ્તાવેજ અનુસાર માનેસર-શિકોહપુરમાં થયેલું જમીન વેચાણના કાગળ પર અનાધિકૃત અધિકારીની સહી જોવા મળી હતી.

આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલ પહેલેથી જ આ બધી બાબતોને લઇને રોબર્ટ વાઢેરા પર નિશાન તાકી ચૂક્યા છે. જણાવવામાં આવ્યું છે કે જે જમીન વાઢેરાએ સરકારી અનુકંપાના કારણે 5 કરોડ રૂપિયામાં હાંસલ કરી એ જ જમીનને તેમણે ડીએલએફને 58 કરોડ રૂપિયામાં વેંચી. અહેવાલ અનુસાર વાઢેરાએ આ રકમનો ઉપયોગ ડીએલએફ પ્રીમિયમ એપાર્ટમેન્ટ ખરીદવામાં કર્યો છે.

English summary
A senior IAS officer in the land registration department of the Haryana government was transferred for reportedly scrapping a land deal between Robert Vadra, son-in-law of Congress chief Sonia Gandhi and realty giant DLF.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X