For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ગુજરાતમાં જૂની પેન્શન યોજના ફરી ચાલુ થશે, અરવિંદ કેજરીવાલની ગેરેન્ટીઃ રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીએ વચન આપ્યુ છે કે જ્યારે ગુજરાતમાં 8 ડિસેમ્બર 2022ના રોજ આમ આદમી પાર્ટીની ઝાડુવાળી સરકાર બનશે ત્યારે ગુજરાતમાં...

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની મોટી માંગ છે કે ગુજરાતમાં 'જૂની પેન્શન યોજના' પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માંગને લઈને સરકારી કર્મચારીઓએ ગુજરાતના રસ્તાઓ પર જોરદાર આંદોલન છેડ્યુ છે. તે આંદોલનનો અવાજ ભાજપ સરકારના ભ્રષ્ટ નેતાઓ સુધી પહોંચાડવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ભાજપના લોકોએ આ સરકારી કર્મચારીઓની વાત ન સાંભળી.

raghav chaddha

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીએ વચન આપ્યુ છે કે જ્યારે ગુજરાતમાં 8 ડિસેમ્બર 2022ના રોજ આમ આદમી પાર્ટીની ઝાડુવાળી સરકાર બનશે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરીથી ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' લાગુ કરશે. ભાજપની જેમ આ વચન માત્ર જુમલાનુ નથી, અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે.

પંજાબમાં પણ અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યુ હતુ કે અમે 'જૂની પેન્શન યોજના' લાગુ કરીશુ અને અમે પંજાબમાં તે કરી બતાવ્યુ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાને માત્ર 7 મહિના થયા છે, તેમ છતાં અમે ત્યાંના તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' લાગુ કરી દીધી છે. એટલે કે અમે જે વચન આપ્યુ હતુ તે અમે પૂરુ કર્યુ છે. અને આ જ રીતે અમે ગુજરાતમાં આવીને પણ ભારપૂર્વક કહીએ છીએ કે ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' પુનઃસ્થાપિત કરશે.

'નવી પેન્શન યોજના' સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો છે. હું તમને બધાને કહેવા માંગુ છુ કે ભાજપે જ 'નવી પેન્શન યોજના' લાગુ કરી હતી. 2002-2003માં જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી ત્યારે તેમણે સરકારી કર્મચારીઓ પર 'નવી પેન્શન યોજના' લાદી હતી. કામદારોએ ત્યારે વિરોધ કર્યો હતો અને હવે વિરોધ કરી રહ્યા છે. પરંતુ આખા ભારતમાં આમ આદમી પાર્ટી એકમાત્ર એવી સરકાર છે જેણે કર્મચારીઓની વાત સાંભળી અને પંજાબમાં 'જૂની પેન્શન યોજના' પુનઃસ્થાપિત કરી.

English summary
Old pension scheme will resume, Arvind Kejriwal's guarantee: Raghav Chadha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X