ડ્રગ્સ તસ્કરી કેસ: બોક્સર વિજેન્દ્ર સિંહની થશે પુછપરછ

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે જીરખપુરના એક ઘરમાંથી 26 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 130 કરોડ બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં વિજેન્દરનું નામ તે સમયે જોડાયું જ્યારે જીરખપુરમાંથી મળી આવેલ હેરોઇનવાળા ફ્લેટની બહારથી એક ગાડી મળી આવી, જે બોક્સર વિજેન્દર સિંહની પત્ની અર્ચનાની હતી.
બીજી તરફ પકડાયેલા બે ડ્રગ્સ તસ્કરોએ સ્વિકાર્યું છે કે આ હેરોઇન વિજેન્દર સિંહ અને રામ સિંહ નામના બોક્સરને સપ્લાઇ કરતા હતા. પોલીસે તે તસ્કરોની ધરપકડ કરે લીધી છે અને તેમની પુછપરપછ કરી રહી છે. બંને ડ્રગ્સ તસ્કરોને ફતેગઢ પોલીસે ગુરૂવારે ઝડપી પાડ્યાં હતા. ત્યારબાદ ફતેગઢ પોલીસે તેમના જીરખપુરના ઘરેથી 130 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપી પાડ્યું હતું. આ તસ્કરોમાંથી એક ભારતીય મૂળનો કેનેડાઇ નાગરિક છે.
પોલિસનું કહેવું છે કે ડ્રગ્સ તસ્કર અનૂપના જણાવ્યા અનુસાર તે આ હેરોઇનને વિજેન્દર સિંહ અને રામ સિંહ નામના બોક્સરને સપ્લાઇ કરવાનો હતો. આ ખુલાસા બાદ પોલીસે બોક્સર વિજેન્દર સિંહ અને રામ સિંહને પુછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસે એમ કહ્યું હતું છે કે હાલમાં બંને વિરૂદ્ધ કોઇ નક્કર પુરાવા મળ્યા નથી.
તો બીજી તરફ વિજેન્દર સિંહે કહ્યું હતું કે મને ખબર નથી મારી પત્નીની ગાડી જીરખપુર ફ્લેટની બહાર કેવી રીતે આવી. મને ડ્રોપ કરવા માટે મારો મિત્ર મારી પત્નીની ગાડી લઇને આવ્યો હતો. ત્યારબાદ ગાડી કેવી રીતે પહોંચી મને ખબર નથી. જો હું ડ્રગ્સનું સેવન કરતો હોત તો ડ્રોપ કેસમાં ઝડપાઇ ના જાત. અત્યારે પણ હું ડ્રોપ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. મને વિશ્વાસ છે કે સાંજ સુધી બધું ખબર પડી જશે. ડ્રગ્સ માફિયાઓ પર વિશ્વાસ કરી શકાય નહી. એસએસપી હરદયાલ સિંહે જણાવ્યું હતું કે વિજેન્દરની પત્નીની ગાડી મળી આવી છે અને તેનાથી વધુ જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી.












Click it and Unblock the Notifications
