For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Olympic 2021: વડાપ્રધાન મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

Olympic 2021: વડાપ્રધાન મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

|
Google Oneindia Gujarati News

જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક 2021 ગેમ્સમાં છવાઈ જવા માટે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણપણે સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મંગળવારે વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા તેમની સાથે વાત કરી. ખેલાડીઓ અને પીએમ મોદી સાથે થઈ રહેલ આ બેઠકમાં રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને કાયદા-ન્યાય મંત્રી કિરણ રિજિજૂ પણ હાજર રહ્યા. વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ તીરંદાજ દીપિકા કુમારીને વર્લ્ડ નંબર 1 બનવા બદલ શુભેચ્છા પાઠવી અને કહ્યું કે અમને ઓલિમ્પિક ગેમ્સમાં તમારાથી ઘણી ઉમ્મીદ છે.

olympics 2021

વડાપ્રધાન મોદીએ તીરંદાજ દીપિકા કુમારીને કહ્યું કે, 'પેરિસમાં તમારા પરાક્રમ બાદ આખું રાષ્ટ્ર તમારી વિશે વાતો કરી રહ્યું છે. હવે તમે દુનિયાની નંબર 1 તીરંદાજ છો, તમારો સફર બહુ ખાસ રહ્યો છે.' જેના પર દીપિકાએ કહ્યું કે તે ઓલિમ્પિક્સ 2021માં સારું પ્રદર્શન કરશે. પીએમ મોદીએ ટ્રેક એન્ડ ફીલ્ડના એથલીટથી તીરંદાજ બનેલ પ્રવીણ જાદવ સાથે પણ વાત કરી અને તેમની હિંમત પણ વધારી.

બેઠકમાં હાજર રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આપણા એથલિટ્સ સાથે આકરી મહેનત કરવા માટે કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ સહિત અહીં હાજર તમામ અધિકારીઓને હું ધન્યવાદ આપવા માંગું છું. એથલિટ્સનું સમર્થન કરવામાં ખેલ મંત્રાલયે કોઈ કસર છોડી નથી. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS)થી લઈ કેટલાય અન્ય કાર્યક્રમો સુધી અમે આપણા એથલિટ્સનું સમર્થન કર્યું છે. અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે 22 રાજ્યોમાંથી 126 એથલિટ ટોક્યો ઓલિમ્પિક્સમાં 18 ગેમ્સમાં 130 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરશે. મને લાગે છે કે તમારા (પીએમ) નેતૃત્વમાં આપણા ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

English summary
Olympic 2021: Prime Minister Modi boosts players' enthusiasm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X