For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુચ્છેદ 370 હટાવવા પર ઉમર અબ્દુલ્લાઃ જમ્મુ કાશ્મીર સાથે વિશ્વાસઘાત, નિર્ણયના ખતરનાક પરિણામો

નેશનલ કૉન્ફરન્સના નેતા ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ મોદી સરકારના જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણય પર નિવેદન જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નેશનલ કૉન્ફરન્સના નેતા ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ મોદી સરકારના જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણય પર નિવેદન જાહેર કર્યુ છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે ભારત સરકારના અનુચ્છેદ 370 હટાવીને જમ્મુ કાશ્મીરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે કહ્યુ કે આ નિર્ણયના ગંભીર પરિણામો હશે. ઉલ્લેખનીય છે કે તેમને કાલે રાતે હાઉસ અરેસ્ટ કર્યા છે. અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. આ વિશે સંસદમાં ભારે હોબાળો થયો.

ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે ભારત સરકારે અનુચ્છેદ 370ને ખતમ કરીને જમ્મુ કાશ્મીરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. સ્વાયત્તાના આધારે જ જમ્મુ કાશ્મીર ભારત સાથે વર્ષ 1947માં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે જે ભરોસા સાથે જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાયુ હતુ તે આજે તૂટી ગયુ છે. તેમણે કહ્યુ કે ભારત સરકારના આ નિર્ણયના ગંભીર પરિણામો હશે.

‘ભારત સરકારે જૂઠ બોલ્યુ'

ઉમર અબ્દુલ્લાલએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે ભારત સરકારે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય લાગુ કરીને છેતરપિંડી કરી છે. તેમણે કહ્યુ કે સરકારે ચોરીછૂપે આ કાર્યવાહી કરી છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં વર્તમાન પ્રતિનિધિઓએ અમારી સાથે જૂઠ બોલ્યુ કે રાજ્યમાં કંઈ પણ મોટુ થવાનુ નથી. આ નિર્ણય કાશ્મીરમાં જવાનોની ભારે તૈનાતી બાદ લેવામાં આવ્યો. રાજ્યમાં લોકોનો અવાજ દબાવવા માટે આખા રાજ્યમાં લાખો સશસ્ત્ર સૈન્યબળોને તૈનાત કરવામાં આવ્યા.

સરકારના નિર્ણયને પડકારીશુ

સરકારના નિર્ણયને પડકારીશુ

ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના રાજ્યના અનુચ્છેદ 370 હટાવવાને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવ્યુ. તેમણે કહ્યુ કે નેશનલ કૉન્ફરન્સ આ નિર્ણયને પડકારશે. તેમણે કહ્યુ કે આગળ એક લાંબી અને આકરી લડાઈ છે. અમે આના માટે તૈયાર છીએ. તેમણે કહ્યુ કે અનુચ્છેદ 370 અ 35એને હટાવવી ગેરબંધારણીય છે. આ વિશે સરકાર દ્વારા લોકતાંત્રિક રીતે નથી અપનાવવામાં આવી.

આ પણ વાંચોઃ કલમ 370 હટાવવા પર શિવસેનાઃ આજે કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન અને પીઓકે લઈશુઆ પણ વાંચોઃ કલમ 370 હટાવવા પર શિવસેનાઃ આજે કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન અને પીઓકે લઈશુ

મહેબૂબા મુફ્તીએ શું કહ્યુ?

મહેબૂબા મુફ્તીએ શું કહ્યુ?

વળી, પીડીપી પ્રમુખ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરીને ટ્વીટ કર્યુ કે આજે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ કાશ્મીરના નેતૃત્વની 1947માં 2-રાષ્ટ્ર થિયરીને ફગાવીને ભારતમાં શામેલ થવાનો નિર્ણય ઉલ્ટો સાબિત થયો. ભારત સરકારના અનુચ્છેદ 370ને હટાવવાનો નિર્ણય ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે.

English summary
omar abdulah attacks modi govt to remove article 370 in jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X