For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉન વેરિઅંટ કેટલો ખતરનાક છે? EMAએ આપ્યા રાહતના સમાચાર

યુરોપિયન મેડિસિન એજન્સી(ઈએમએ) ગુરુવારે કહ્યુ કે કોરોનાના નવા ઓમિક્રૉન વેરિઅંટના કેસ અત્યાર સુધી મોટાભાગે હળવા સાબિત થયા છે પરંતુ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ યુરોપિયન મેડિસિન એજન્સી(ઈએમએ) ગુરુવારે કહ્યુ કે કોરોનાના નવા ઓમિક્રૉન વેરિઅંટના કેસ અત્યાર સુધી મોટાભાગે હળવા સાબિત થયા છે પરંતુ હજુ એ કહી ન શકાય કે એ ખતરનાક નથી. પરંતુ એજન્સીએ સાવચેત કર્યા છે કે એક નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચવા માટે તપાસ હજુ પણ ચાલી રહી છે. ઈએમએમાં જૈવિક આરોગ્ય જોખમ અને વેક્સીન રણનીતિના પ્રમુખ માર્કો કેવેલરીએ કહ્યુ કે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર જોવા મળેલ ઓમિક્રૉન વેરિઅંટના કારણે થનાર કોરોના વાયરસ રોગની ગંભીરતાને નિર્ધારિત કરવા માટે વધુ ડેટાની જરૂર છે.

corona

કેવેલરીએ કહ્યુ કે અત્યાર સુધી સામે આવેલા મોટાભાગના કોસ મોટાભાગે હળવા જ જોવા મળ્યા છે. અમે હજુ પુરાવા ભેગા કરી રહ્યા છે. તેના મોટાભાગના કેસ હળવી બિમારીવાળા હતા પરંતુ હજુ તે સ્પેક્ટ્રમ છે કે નહિ તેના વિશે નિર્ધારણ કરવાનુ બાકી છે. એજન્સીએ જોર આપીને કહ્યુ કે અત્યાધિક જોખમી ડેલ્ટા વેરિઅંટ મુખ્ય ચિંતાનો વિષય બની રહેવો જોઈએ. એજન્સી પાસે સ્વીકૃત કોવિડ-19 રસીની પ્રભાવશીલતાના ઓમિક્રૉન વેરિઅંટ ઉપર પ્રભાવના પૂરતા ડેટા નથી.

કેવેલરીએ કહ્યુ કે ઓમિક્રૉન સામે રસીએ કેટલી સારી રીતે કામ કર્યુ તેના પર ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. તેમણે કહ્યુ કે આ પ્રકારના પ્રભાવ પર પૂરતા ડેટા નથી માટે કંઈ કહેવુ ઠીક નહિ રહે. અમે આ અંગે પુરાવા એકઠા કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને ઘણા પ્રકારના અધ્યયન થઈ રહ્યુ છે. ઈએમએએ અત્યાર સુધી ફાઈઝર, મૉડર્ના, જૉનસન એન્ડ જૉનસન અને એસ્ટ્રાજેનેકાની ચાર કોવિડ રસીને મંજૂરી આપી દીધી છે.

કેવેલરીએ કહ્યુ કે ઓમિક્રૉનથી થતી બિમારીની ગંભીરતા અત્યાર સુધીના બધા પ્રકારોથી અલગ છે માટે વધુ ડેટા જોઈએ. અત્યારે જે આંકડા સામે આવ્યા છે તેનાથી સ્પષ્ટ મંતવ્ય બનતુ નથી માટે વધુ ડેટાની રાહ જોવાઈ રહી છે. પૂરતી માહિતી મળ્યા બાદ જ અધ્યયન સંભવ થશે અને આ વિશે ઠોસ કહી શકાશે. ઓમિક્રૉન વેરિઅંટને લઈને ગયા મહિનાથી દુનિયાભરમાં ડરનો માહોલ છે અને તેના અત્યાધિક સંક્રમક હોવાના સમાચારથી ઘણા દેશોએ સાવચેતી અને સતર્કતા વધારી દીધી છે.

એજન્સીએ કહ્યુ કે આ વેરિઅંટથી સંભાવના છે કે આ બિમારી ઘણી તેજીથી ફેલાઈને ત્રીજી લહેર લાવી શકે છે. વળી, આ વેરિઅંટ પર રસીની અસરને લઈને પણ માહિતી નથી. આ તરફ વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યુ કે આ સપ્તાહે શરુઆતના સંકેતોથી જાણવા મળ્યુ છે કે આ વાસ્તવમાં વધુ સંક્રમક હોઈ શકે છે.

English summary
Omicron variant cases so far appear 'mostly mild': EU agency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X