For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

New Education Policy ના એક વર્ષ પૂરા થવા પર મોદીએ કહ્યું કે, એન્જિનિયરિંગનો અભ્યાસ 11 ભાષાઓમાં કરી શકાશે

દેશના તમામ શિક્ષણવિદોએ ગત એક વર્ષમાં નવી શિક્ષણ નીતિની અમલવારી કરાવવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

New Education Policy : દેશના તમામ શિક્ષણવિદોએ ગત એક વર્ષમાં નવી શિક્ષણ નીતિની અમલવારી કરાવવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધારે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. નવી શિક્ષણ નીતિ ભવિષ્યના ભારતનો આધાર બનાવશે અને અન્ય તમામ પરિબળોમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ હશે. 21 મી સદીના આજના યુવાનો તેમની સિસ્ટમ અને તેમની દુનિયાને તેમના પોતાના મુજબ બનાવવા માંગે છે. આવી પરિસ્થિતિમાં તેમને એક્સપોઝર અને જૂની વિચારધારામાંથી મુક્તિની જરૂર છે.

New Education Policy

નાના શહેરો અને ગામડાઓમાંથી આવતા યુવાનો કમાલ કરી જાય છે

નાના શહેરો અને ગામડાઓમાંથી યુવાનો કેવા કેવા કમાલ કરી જાય છે. આપણે ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ જોઈ શકીએ છીએ કે ભારતના દુર્ગમ વિસ્તારોમાંથી આવતા યુવાનો પણ દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને મશીન લર્નિંગ સુધી યુવાનોમાં પોતાના સપના સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છીએ. આ યુવાનો ભારતની સ્ટાર્ટઅપ સિસ્ટમમાં ક્રાંતિ લાવી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાને નવી પ્રેરણા આપી રહ્યા છે. તમે કલ્પના કરો કે, જ્યારે આ યુવા પેઢીને તેમના સપના અનુસાર વાતાવરણ મળશે, ત્યારે તેમની શક્તિ કેટલી વધી જશે.

દેશના યુવાનો ગમે ત્યારે બદલી શકે છે પ્રવાહ, લોકોની સ્કિલ થશે ડેવલોપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો હવે ગમે ત્યારે તેમની સ્ટ્રીમ બદલી શકે છે. હવે તેમની સામે કોઈ ડર રહેશે નહીં કે, જો તેમને એક પ્રવાહ પસંદ કર્યો છે, તો તેમને તેને બદલી શકશે નહીં. જ્યારે યુવાનોના મગજમાં આ ડર નીકળી જાય છે, ત્યારે તેમના માનસમાંથી તમામ પ્રકારનો ભય નીકળી જશે અને તેમને નવા પ્રયોગો કરવા તૈયાર થશે. આપણા યુવાનોએ દેશને સક્ષમ બનાવવા માટે સમગ્ર વિશ્વની તુલનામાં એક પગલું આગળ વિચારવું પડશે. મને ખુશી છે કે, છેલ્લા એક વર્ષમાં દેશની 1,200 થી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ સ્કીલ ઇન્ડિયા સંબંધિત અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

હવે એન્જિનિયરિંગ 11 ભાષાઓમાં શીખવવામાં આવશે

આ સાથે વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે સ્થાનિક ભાષાઓને પણ પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ હવે તામીલ, મરાઠી, બંગાળ સહિત 5 ભાષાઓમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત કુલ 11 ભાષાઓમાં એન્જિનિયરિંગના અભ્યાસક્રમોનું અનુવાદ શરૂ થઇ ચૂક્યું છે. તેનો સૌથી મોટો ફાયદો દેશના દલિતો, આદિવાસીઓ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને થશે. પહેલા આ પરિવારોમાંથી આવતા લોકોને ભાષાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે માતૃભાષામાં અભ્યાસ કરવાથી ગરીબોના બાળકોનો આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

English summary
All the educationists of the country have been working tirelessly for the implementation of the new education policy in the last one year. In his address, Prime Minister Narendra Modi said that many decisions were taken in the last one year on the basis of national education policy. The new education policy will form the basis of future India and will be the most important factor among all other factors. Today's youth of the 21st century want to make their system and their world their own. In such a situation they need exposure and liberation from old ideology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X