For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: હવે 18+ વાળા લોકો વેક્સીનેશન સેન્ટર પર જઈને કરાવી શકે છે રજિસ્ટ્રેશન, મૂકાવી શકે છે રસી

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે આવી રહેલી વેક્સીનેશનની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે આવી રહેલી વેક્સીનેશનની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવો નિર્ણય કર્યો છે. હવે 18-44 આયુ વર્ગના લોકો માટે Cowin ડિજિટલ પ્લેટફોર્મ પર ઑન-સાઈટ રજિસ્ટ્રેશન/સહાયક સમૂહ રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ કે વર્તમાન સમયમાં આ સુવિધા માત્ર સરકારી કોવિડ વેક્સીનેશન સેન્ટર્સ માટે લાગુ કરવામાં આવી રહી છે.

vaccine

જાણો તેના નિયમ

  • વાસ્તવમાં ઘણા એવા કેસ સામે આવ્યા કે ઑનલાઈન સ્લૉટ લીધા પછી પણ કોઈ જરૂરી કામ કે ઈમરજન્સીના કારણે લોકો વેક્સીન લગાવવા આવી શકતા નથી. દિવસના અંતે આ રીતે વેક્સીનના ઘણા ડોઝ બચી જાય છે. એવામાં એ રસી બરબાદ ન થાય એ માટે અમુક લાભાર્થીઓને સાઈટ પર જ રજિસ્ટ્રેશન કરાવીને તેમને વેક્સીન લગાવી શકાય છે.
  • અમુક એવા લોકો પણ છે જે ઈન્ટરનેટ, સ્માર્ટફોન કે કોઈ પણ પ્રકારનુ રજિસ્ટ્રેશન કરી શકવાથી દૂર છે, તેમને પણ ઑન-સાઈટ રજિસ્ટ્રેશનનો લાભ મળી શકે છે.
  • કોવિન પર 18થી 44 વર્ષ માટે ઑન સાઈટ રજિસ્ટ્રેશન અને અપૉઈન્ટમેન્ટ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
  • ખાનગી કોવિડ વેક્સીન સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ નહિ હોય.
  • જેમની પાસે ફોટો આઈડી નથી તેમને પણ લગાવાશે વેક્સીન

તમે જાણો છો કે વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરવા દરમિયાન ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ, વૉટર આઈડી, પાસપોર્ટ, લાયસન્સ, પેન કાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે પેન્શન દસ્તાવેજનો નંબર નોંધાવવો અનિવાર્ય છે. પરંતુ દેશમાં અમુક લોકો એવા પણ છે જેમની પાસે ફોટો આઈડી નથી. આવા લોકોને પણ વેક્સીનેશન ડ્રાઈવમાં જોડાવા માટે આરોગ્ય મંત્રાલયે ગાઈડલાઈન્સ જારી કરી છે. આ ગાઈડલાઈન મુજબ મંત્રાલય એવા લોકોની ઓળખ કરી રહી છે. આમાં વિવિધ ધર્મોના સાધુ-સંતો, કેદી, ભિખારી અને અમુક અન્ય લોકો પણ શામેલ છે. આ લોકોને ઓળખપત્ર વિના પણ રસી લગાવવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે આના માટે દરેક જિલ્લામાં એક જિલ્લો નોડલ અધિકારી નામિત કરવામાં આવશે. ઓળખ કરાયેલા લોકોને રસીકરણ માટે જિલ્લી રસીકરણ અધિકારી(ડીઆઈઓ) જવાબદાર રહેશે. જિલ્લા નોડલ અધિકારી એ સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર હશે કે આ વિશેષ છૂટ માત્ર એ લોકો માટે છે જેમની પાસે અનિવાર્ય ફોટો ઓળખપત્ર નથી.

English summary
On-site registration and appointment is now being enabled for the 18-44 years age group on CoWIN.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X