નફરતી ભાષણો મુદ્દે સુપ્રીમ કોર્ટ રાજ્યો પર ખફા, કહ્યું-ખુદ સંજ્ઞાન લઈને FIR કરો
કેન્દ્રમાં બીજેપીની સરકાર આવ્યા બાદ દેશમાં સતત નફરતી ભાષણના મામલા વધી રહ્યા છે. આવા નિવેદનોને કારણે મોટી હિંસાઓ પણ જોવા મળી છે. જો કે હવે આ આવા ભાષણોને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્યોને સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો છે.
રાજ્યોને ટકોર કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, નફરતી ભાષણો આપનારા વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, જે દિવસે રાજનીતિ અને ધર્મને અલગ કરવામાં આવશે, તે જ દિવસે નફરત ફેલાવવાનું બંધ થઈ જશે.

રાજ્યોને ખુદ સંજ્ઞાન લેવાનો આદેશ કરતા કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરે છે કે બંધારણની પ્રસ્તાવનામાં દર્શાવેલ ભારતના ધર્મ નિરપેક્ષ ચરિત્રને સુરક્ષિત કરી શકાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
આ પહેલા નફરતી ભાષણ કેસમાં સુનાવણી દરમિયાન 17 એપ્રિલે સુપ્રીમ કોર્ટે CPI(M) નેતા બ્રિંદા કરાતની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી કરી હતી. તેમણે 2020 માં દિલ્હી રમખાણો દરમિયાન કથિત નફરતના ભાષણો બદલ બીજેપી નેતા અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બીજેપી નેતા અનુરાગ ઠાકુર ઘણી વખત નફરતી ભાષણો આપી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
