For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EVMની સુરક્ષા પર પ્રણવ મુખરજી પણ ચિંતિત, કહ્યું- ભરોસો ન તૂટવા દે ચૂંટણી પંચ

EVMની સુરક્ષા પર પ્રણવ મુખરજી પણ ચિંતિત, કહ્યું- ભરોસો ન તૂટવા દે ચૂંટણી પંચ

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા વિપક્ષ ઈવીએમને લઈ હાહાકાર મચાવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષને એક ભારે અવાજ મળ્યો છે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઈવીએમન લઈ આવી રહેલ સમાચારો પર ચિંતા વ્યક્ત કરી છે. પ્રણવ મુખરજીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈવીએમને લઈ આવી રહેલ સમાચાર ચિંતાજનક છે, ઈવીએમની સુરક્ષા કરવી ચૂંટણી પંચની જવાબદારી છે. તેમણે લખ્યું કે ચૂંટણી પંચે જનતાનો ભરોસો ન તૂટવા દેવો જોઈએ.

પ્રણવ મુખરજી ચિંતિત

પ્રણવ મુખરજી ચિંતિત

ટ્વિટર પર એક નિવેદન જાહેર કરતા પ્રણવ મુખરજીએ લખ્યું કે, 'લોકતંત્રમાં લોકોના નિર્ણય પર કોઈ પ્રકારનું સંકટ ન આવવું જોઈએ. લોકોનો ફેસલો હંમેશા સર્વોચ્ચ રહવો જોઈએ. સંસ્થાનોમાં વિશ્વાસ રાખીને હું માનું છું કે જે કાર્ય કરે છે તે જ જવાબદર છે, અત્યારે જે કંઈપણ શંકા સામે આવી રહી છે તેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ જેથી આવા પ્રકારની કોઈ શંકાને સ્થાન ન મળે.'

ટ્વીટ કર્યું

જણાવી દઈએ કે પ્રણવ મુખરજીનો આ ંદેશ ત્યારે સામે આવ્યો જ્યારે વિપક્ષ એકજુટ થઈ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. અને ચૂંટણી પંચ સમક્ષ તેની સુરક્ષા વધારવાની માંગણી કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની આગેવાનીમાં કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, એનસીપી સહિત કેટલીય પાર્ટીઓએ આજે દિલ્હીના કંસ્ટીટ્યૂશનલ ક્લબમાં બેઠક કરી હતી.

પહેલા ચૂંટણી પંચના પવખાણ કર્યાં હતાં

પહેલા ચૂંટણી પંચના પવખાણ કર્યાં હતાં

ઉલ્લેખનીય છે કે સોમવારે પ્રણવ મુખરજીનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે હાલના ચૂંટણી કમિશ્નરના વખાણ કર્યાં હતાં. પ્રણવ મુખરજીએ સોમવારે મીડિયાને કહ્યું હતું કે, 'જો આપણે સંસ્થાનોને મજબૂત કરવા માંગીએ છીએ તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે સંસ્થાન દેશની સારી રીતે સેવા કરી રહ્યાં છે.' એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું કે જો લોકતંત્ર સફળ સાબિત થઈ રહ્યા છે તો તના માટે ચૂંટણી પંચને જવાબદાર માનવું જોઈએ. સુકુમાર સેનથી લઈ હાલના ચૂંટણી કમિશ્નરોએ આના માટે બહુ કામ કર્યાં છે.

ઈવીએમ સુરક્ષામાં બેદરકારી ચાર વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલઈવીએમ સુરક્ષામાં બેદરકારી ચાર વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

English summary
On the security of EVM Pranab Mukherjee too concerned, said - Let the Election Commission not break the trust
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X