ભારતમાં એક ચૂંટણીમાં થાય છે અધધ આટલો ખર્ચ, જાણો વન નેશન વન ઈલેક્શનથી કેટલો ફાયદો?
ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણી કરાવવી એ એક કપરૂ કામ છે. અહીં ચૂંટણી કરાવવા માટે મોટી સંખ્યામાં મેન પાવર સાથે સાથે કરોડો રૂપિયાનો ખર્ચ પણ થાય છે. આ જ કારણ છે કે ભારતમાં વન નેશન વન ઈલેક્શનની ચર્ચા શરૂ થઈ છે.
સંસદના વિશેષ સત્ર પહેલા ધારણા છે કે મોદી સરકાર વન નેશન વન ઈલેક્શન બીલ લાવી શકે છે. વન નેશન વન ઇલેક્શનની ચર્ચામાં દલીલ અપાય છે કે આ ફોર્મ્યુલાથી ચૂંટણી પર થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે.

વિશ્વની સૌથી મોટી ભારતમાં લોકશાહીમાં ચૂંટણી મોટો પડકાર છે ત્યારે ચૂંટણી પંચે મોટી તૈયારીઓ કરવી પડે છે. ચૂંટણીમાં માં સુરક્ષાથી લઈને ચૂંટણી અધિકારીઓ અને વોટિંગ મશીનની નિમણૂક સુધી મોટો ખર્ચ થાય છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ચૂંટણી ખર્ચ સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1999માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે સમગ્ર પ્રક્રિયામાં કુલ 880 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
બીજી તરફ 2004ની ચૂંટણીમાં આ ખર્ચ વધીને 1200 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. આ પછી, 2019ની ચૂંટણીના આંકડા અનુસાર, 6500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ સિવાય સરકારી તિજોરી પર પડતી અસરની વાત કરીએ તો, 2014ની લોકસભા ચૂંટણીમાં લગભગ 3870 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ દેશની પ્રથમ ચૂંટણી કરતાં 370 ગણો વધારે હતો. દર વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.
આ સિવાય લોકોને મતદાન અંગે જાગૃત કરવા ચૂંટણી પંચ કરોડો રૂપિયાની જાહેરાતો આપે છે. ચૂંટણીમાં નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અને અન્ય બાબતો પર પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ રીતે એક ચૂંટણી ખર્ચ કરોડો સુધી પહોંચે છે.












Click it and Unblock the Notifications
