Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

One Nation, One Election: મોદી 3.0માં લાગુ થશે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી', જાતિની વસ્તી ગણતરી પર પણ મોટો નિર્ણય

One Nation, One Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીને વિશ્વાસ છે કે તમામ પક્ષો કેન્દ્ર સરકારના આ નિર્ણયને સમર્થન આપશે.

સૂત્રો દ્વારા બહાર આવી રહેલી માહિતી અનુસાર આ કાર્યકાળ દરમિયાન તેનો અમલ કરવામાં આવશે. ગયા મહિને, તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, વડા પ્રધાન મોદીએ ફરી એકવાર 'વન નેશન-વન ઇલેક્શન'ના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે.

One Nation One Election

કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અમલદારે રવિવારે જણાવ્યું હતું કે ભાજપ લઘુમતીમાં હોવા છતાં એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" લાગુ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે "60 વર્ષ પછી સતત ત્રીજી વાર ચૂંટાયેલી સરકાર હેઠળ નીતિની સ્થિરતા વિશે કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં.''

વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં NDA સરકારે 10 વર્ષ પહેલા શરૂ કરેલા કામને ચાલુ રાખવા માટે નીતિગત નિર્ણયો ન લીધા હોય. પછી ભલે તે સંરક્ષણ ક્ષેત્ર હોય, અવકાશ હોય, વિદેશ અને ગૃહ બાબતો હોય, શિક્ષણ હોય, ડિજિટલ ઈન્ડિયા હોય અને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું હોય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે વાર્ષિક રૂ.11 લાખ કરોડ ખર્ચવાના હોય.

તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જે 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. જેને હવે મોદી સરકાર લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જો મોદી સરકાર વન નેશન વન ઇલેક્શન લાગુ કરે છે, તો આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવી શકાય છે. જે બાદ 2029માં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજાશે.

આ ઉપરાંત લાંબા સમયથી પેન્ડિંગ દેશવ્યાપી વસ્તીગણતરી હાથ ધરવા માટેની વહીવટી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વસ્તી ગણતરી પ્રક્રિયામાં જાતિ કોલમનો સમાવેશ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં દસ વર્ષીય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ન હતી. જે બાદ ત્રણ વર્ષના વિલંબ બાદ ફરીથી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X