શ્રીનગર એનકાઉન્ટરમાં માર્યો ગયો એક આતંકી, પહેલા હતો પત્રકાર, ઘાટીના ન્યૂઝ પોર્ટલમાં હતો એડિટર ઈન ચીફ
શ્રીનગર એનકાઉન્ટરમાં બે આતંકીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા. જાણો વિગત.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગર સ્થિત રૈનવાડી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે મોડી રાતે અથડામણ થઈ. આ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલિસના જવાન અને સીઆરપીએફના જવાનોએ ભાગ લીધો. એનકાઉન્ટરમાં બે આતંકીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા. આ આતંકીઓ પાસે ઘણા હથિયાર, દારુગોળો જપ્ત કરવામાં આવ્યા છે. એનકાઉન્ટરમાં જે આતંકીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકીને લઈને મોટી માહિતી સામે આવી છે. જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ કે માર્યો ગયેલ આતંકી પહેલા પત્રકાર હતો અને તે ન્યૂઝ પોર્ટલ ચલાવતો હતો.

જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ કે એનકાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકી રઈશ અહેમદ ભટ્ટ પહેલા પત્રકાર હતો, તે પોતાનુ ઑનલાઈન ન્યૂઝ પોર્ટલ વેલી ન્યૂઝ સર્વિસ અનંતનાગથી ચલાવતો હતો. 2021માં તે આતંકી ગતિવિધિઓમાં શામેલ થઈ ગયો. તેની સામે આતંકી ગુનાઓની પહેલેથી જ બે એફઆઈઆર નોંધાયેલી છે. પોલિસે અહેમદ ભટ્ટનુ ઓળખપત્ર પણ જાહેર કર્યુ છે જેમાં લખ્યુ છે કે વેલી ન્યૂ સર્વિસનો એડિટર ઈન ચીફ હતો.
પોલિસે જણાવ્યુ કે એનકાઉનટ્રમાં આતંકી સંગઠન Let/TRFના બે સ્થાનિક આતંકી માર્યા ગયા છે. બંને જ હાલમાં ઘણી સામાન્ય નાગરિકોની હત્યા અને ગુનાહિત કેસોમાં શામેલ હતા. એનકાઉન્ટર બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ મુજબ સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા ત્યારબાદ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. આતંકીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીઓ ચલાવી દીધી તે બાદ અહીં એનકાઉન્ટર શરુ થઈ ગયુ.












Click it and Unblock the Notifications
