એકતરફી પ્રેમમાં વિધર્મી યુવકે ચાકુ મારી કરી કોંગ્રેસ નેતાની પુત્રીની હત્યા
College student killed in Hubli campus: કર્ણાટકના હુબલી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની હત્યાના મામલાએ રાજકીય મહત્વ મેળવી લીધું છે. જોકે પોલીસે એક કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
આવા સમયે, ABVP આ ઘટનાને લઈને વિરોધ કરી રહ્યું છે. હુબલી કેમ્પસમાં કોલેજ સ્ટુડન્ટની હત્યા પર ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું,
ભાજપ કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા નથી, તેવું બતાવીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકમાં શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થા છે. તેઓ માત્ર મતદારોને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેઓ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવા જઈ રહ્યા છે, તેઓ એવું કરી શકતા નથી. કાયદો દરેક માટે પોતાનો માર્ગ અપનાવશે.
#WATCH | Karnataka: On a college student hacked to death in Hubballi campus, Deputy CM DK Shivakumar says "BJP is trying to threaten by showing that there is no law and order in Karnataka. Karnataka has the best law and order. They are just trying to tell the voters that they are… pic.twitter.com/FLFnZ921yw
— ANI (@ANI) April 19, 2024
વિદ્યાર્થીની હત્યા પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આ હત્યા અંગત કારણોસર થઈ હતી. કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે, કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારી ફરજ છે, અને અમે તેના માટે કામ કરી રહ્યા છીએ.
પોલીસે કેસની તપાસ શરૂ કરી - કેમ્પસમાં કોલેજ સ્ટુડન્ટની હત્યા અંગે હુબલી-ધારવાડ પોલીસ કમિશનર રેણુકા સુકુમારે કહ્યું કે, આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે, અને એક કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ખૂબ જ ગંભીર મામલો છે, અને અમે તપાસ કરી રહ્યા છીએ, તપાસ દરમિયાન બધું જ સામે આવશે.

મૃતક યુવતીના પિતાના જણાવ્યા મુજબ મુસ્લિમ યુવક જે તેની પુત્રીનો મિત્ર હતો. તે વિદ્યાર્થી સાથે એકતરફી પ્રેમમાં હતો, પરંતુ વિદ્યાર્થીએ તેને ફગાવી દીધો હતો. ગુસ્સામાં તેમણે તેણીને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
છોકરીના પિતાએ જણાવ્યું કે, તેમણે છોકરાને સમજાવ્યું હતું કે, અમે તેનો પ્રસ્તાવ સ્વીકારી શકીએ નહીં. અમે હિંદુ છીએ અને તેઓ મુસ્લિમ છે. અહીં આવું થતું નથી. જો તે મિત્રો રહેવા માંગતો હોય તો અમને કોઈ વાંધો નથી.
#WATCH | Congress Corporator and father of the deceased, Niranjan Hiremath says "After my daughter' was returning from college, an unknown person came and stabbed him 7 times and she died on the spot. The accused has already been arrested. The motive of the murder is that the… pic.twitter.com/ueqFcIuWxs
— ANI (@ANI) April 19, 2024
છોકરીના પિતાએ પણ જણાવ્યું કે, તેણે તેના મામાને પણ ફોન પર આ વાત સમજાવી હતી, પરંતુ જ્યારે પ્રસ્તાવ નકારવામાં આવ્યો ત્યારે છોકરાએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો.
યુવતીના પિતા કોંગ્રેસ પાર્ટીના નેતા છે, અને કોર્પોરેશનના કાઉન્સિલર પણ છે. તેમણે પોલીસના સહકાર અને ત્વરિત કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
#WATCH | Karnataka: On a college student hacked to death in Hubballi campus, Renuka Sukumar, Hubballi- Dharwad Police Commissioner says "FIR has been registered in this case and the accused was also secured within an hour. He has been sent to judicial custody. It is a very… pic.twitter.com/XIM1uhj3tI
— ANI (@ANI) April 19, 2024
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત








Click it and Unblock the Notifications
