જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર મરાયો

સોમવારે કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ જેમાં એક આતંકીને ઠાર મરાયાના સમાચાર છે.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો સતત ચાલુ છે. સોમવારે કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ જેમાં એક આતંકીને ઠાર મરાયાના સમાચાર છે. આ અથડામણ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અહરબલ વિસ્તારમાં થઈ રહી છે. સમાચાર લખાવા સુધી પણ સુરક્ષાબળો વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. હજુ પણ બીજા આતંકીઓ આ વિસ્તારમાં છૂપાયા હોવાની સંભાવના છે. માહિતી મુજબ રાજ્ય પોલિસ અને સીઆરપીએફની ટીમો આ જોઈન્ટ ઑપરેશનને ચલાવી રહી છે.

encounter

રવિવારે પણ કુલગામમાં માર્યો ગયો હતો એક આતંકવાદી

તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોને આ વિસ્તારમાં રવિવારે આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોની ટીમ આતંકીઓની શોધમાં આ વિસ્તારમાં પહોંચી. અહીં આતંકીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધુ ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે રવિવારે કુલગામના મુનંદ વિસ્તારમાં પણ સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.

શનિવારે બાંદીપોરામાં પણ માર્યા ગયા હતા ત્રણ આતંકી

તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે બાંદીપોરાના શોકબાબા વિસ્તારમાં પણ સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા હતા. આ વિસ્તાર આખો જંગલોથી ઘેરાયેલો હતો માટે એનકાઉન્ટરમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. આ એનકાઉન્ટરમાં એક જવાન પણ ઘાયલ થઈ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X