ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરુ, દિલ્લી બૉર્ડર પર ખેડૂતો એકઠા થવાનુ શરૂ, સુરક્ષા સઘન

આજે દેશભરમાં ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરુ થઈ ગયુ છે.

નવી દિલ્લીઃ આજે દેશભરમાં ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. જો કે મોદી સરકારે ત્રણે કૃષિ કાયદાને પાછા લઈ લીધા છે અને ખેડૂતોને અપીલ કરી છે કે તે પોતાનુ આંદોલન ખતમ કરે અને પોત-પોતાના ઘરે પાછા આવે પરંતુ ખેડૂતોએ હજુ પણ પોતાનુ આંદોલન ચાલુ રાખ્યુ છે અને આના એક વર્ષ પૂરા થવા પર આજે દિલ્લીની સીમાઓ પર એકડૂટ થવાનુ એલાન કર્યુ છે અને આના કારણે દિલ્લી બૉર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

farmers protest

તમને જણાવી દઈએ કે હાલમાં દિલ્લી બૉર્ડર પર હરિયાણા, પંજાબથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી ચૂક્યા છે. ખેડૂતોની વધતી ભીડના કારણે બૉર્ડર પર સુરક્ષાબળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આ અંગે વિશેષ પોલિસ કમિશ્નર(કાયદો અને વ્યવસ્થા ડિવિઝન ઝોન-1) દીપેન્દ્ર પાઠકે કહ્યુ, 'બૉર્ડર પર પૂરતી સુરક્ષા તૈનાત કરવામાં આવી છે જેના કારણે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચી શકાય.'

ઉલ્લેખનીય છે કે ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પાક માટે લઘુત્તમ ટેકાનુ મૂલ્ય(એમએસપી) પર વલણ સ્પષ્ટ નહિ કરે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે અને સંયુક્ત ખેડૂત મોરચા(એસકેએમ) આગળના પગલાં પર નિર્ણય કરવા માટે 27 નવેમ્બરે વધુ એક બેઠક કરશે એટલુ જ નહિ ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અંગે એક પત્ર પણ લખ્યો છે.

વિપક્ષના નિરંતર દુષ્પ્રચારનો સામનો ન કરી શક્યા

કૃષિ કાયદો પાછો લેવા પર ઉમા ભારતીએ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે ટ્વિટ કર્યુ હતુ કે દિનાંક 19 નવેમ્બર, 2021ના રોજ આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી @narendramodiજીએ જ્યારે ત્રણે કૃષિ કાયદાની વાપસીની ઘોષણા કરી તો હું ચોંકી ગઈ માટે 3 દિવસ બાદ પ્રતિક્રિયા આપી રહી છુ. કૃષિ કાયદા વિશે વિપક્ષના નિરંતર દુષ્પ્રચારનો સામનો અમે ન કરી શક્યા. આના કારણે એ દિવસે પ્રધાનમંત્રીજી @narendramodiજીના સંબોધનથી ખૂબ વ્યથિત થઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X