For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત

હાલમાં જ કરાયેલા એક ઓનલાઈન સર્વેમાં દેશની વસ્તીનો મોટો હિસ્સાએ મોદી સરકાર પર ભરોસો જતાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ કરાયેલા એક ઓનલાઈન સર્વેમાં દેશની વસ્તીનો મોટો હિસ્સાએ મોદી સરકાર પર ભરોસો જતાવ્યો છે. આ સર્વેમાં દેશના 67% લોકોએ માન્યુ છે કે મોદી સરકારના નેતૃત્વમાં દેશ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. માર્કેટ રિસર્ચ કંપની ઈપસોસે What Worries the World નામથી એક સર્વે કર્યો છે. વળી, આ સર્વેમાં ભારતમાં વિભિન્ન મુદ્દાઓથી હેરાન થનારાની સંખ્યા પણ ઓછી નથી.

67 ટકા લોકોએ માન્યુ દેશ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે

67 ટકા લોકોએ માન્યુ દેશ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે

આ સર્વે અનુસાર 44% લોકો ભારતમાં બેરોજગારી, આર્થિક અને રાજકીય ભ્રષ્ટાચારથી પરેશાન છે. જ્યારે 33% ભારતીયોએ ગુના અને હિંસા પર ચિંતા જતાવી છે. આ સર્વેમાં 21% લોકોએ માન્યુ કે આતંકવાદના કારણે તે પરેશાન છે. જ્યારે દેશના 31% લોકોએ ગરીબી અને સામાજિક અસમાનતાને એક મુખ્ય મુદ્દો માન્યો.

આ પણ વાંચોઃ J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયોઆ પણ વાંચોઃ J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયો

માર્કેટ રિસર્ચ કંપની ઈપસોસે કર્યો સર્વે

માર્કેટ રિસર્ચ કંપની ઈપસોસે કર્યો સર્વે

માર્કેટ રિસર્ચ કંપની ઈપસોસ દ્વારા કરાયેલા સર્વેમાં દેશના 19% લોકોએ શિક્ષણ મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરી. વળી, 16% લોકોનું કહેવુ છે કે પર્યાવરણ એક ગંભીર સંકટ છે. વળી, 15% લોકોઅ ટેક્સ અંગે ચિંતા વ્યક્ત કરી. 13% એ સ્વાસ્થ્ય, 11% લોકોએ મુદ્રાસ્ફીતિના મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે 14% લોકો જળવાયુ પરિવર્તન અંગે પરેશાન છે.

44% ભ્રષ્ટાચારથી ત્રસ્ત

44% ભ્રષ્ટાચારથી ત્રસ્ત

44% લોકો ભ્રષ્ટાચારથી પરેશાન ગ્લોબલ ટ્રેન્ડની વાત કરીએ તો ઘણા બધા બજારોમાંથી 28 બજારોમાં જે સર્વે કરવામાં આવ્યો, લગભગ 60% લોકોનું કહેવુ છે કે તેમનો દેશ ખોટા રસ્તે છે. મોટા ચાર બજાર પોતાના દેશની દિશા અંગે આશાવાદી જોવા મળ્યા. તેમાં 92 ટકા ચીન, 78 ટકા સાઉદી અરબ, 67 ટકા ભારત અને 65 ટકા મલેશિયાના લોકો શામેલ છે. વિશ્વભરના લોકો મુજબ 34 ટકા લોકો આર્થિક અને રાજકીય ભ્રષ્ટાચારથી પરેશાન છે. જ્યારે 33 ટકા ગરીબી અને સામાજિક અસમાનતાથી પરેશાન છે. તો 31 ટકા ગુના અને હિંસા તેમજ 24 ટકા સ્વાસ્થ્ય દેખરેખ અંગે ચિંતિત જોવા મળ્યા.

આ પણ વાંચોઃ Me Too મામલાની સુનાવણી માટે બનશે રિટાયર્ડ જજોની કમિટીઃ મેનકા ગાંધીઆ પણ વાંચોઃ Me Too મામલાની સુનાવણી માટે બનશે રિટાયર્ડ જજોની કમિટીઃ મેનકા ગાંધી

English summary
online survey: 67 percent indians believe modi government is doing good job
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X