કાઉન્ટિંગ હૉલમાં માત્ર 3 લોકો મોબાઈલ ઑન કરી શકશે, જાણો કોણ
કાઉન્ટિંગ હૉલમાં માત્ર 3 લોકો મોબાઈલ ઑન કરી શકશે, જાણો કોણ
ટૂંક સમયમાં જ મત ગણતરી શરૂ થવા જઈ રહી છે. કાઉન્ટિંગ હૉલની અંદર વોટોની ગણતરી દરમિયાન પંચની શુચિતા પર કોઈ વાલ ન ઉઠે, તેનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચના પ્રમુખ સુમિત મુખરજીએ ચૂંટણી પંચના નિર્દેશો મુજબ આદેશ જાહેર કરી દીધો છે. જે મુજબ કાઉન્ટિંગ હૉલની અંદર માત્ર ત્રણ લોકો જ પોતાનો મોબાઈલ ઑન રાખી શકશે, જાણો કોણ છે આ ત્રણ લોકો જેમને મોબાઈલ ફોન ઑન રાખવાની મંજૂરી મળી છે.

3 લોકો મોબાઈલ ઑન કરી શકશે
મુખરજીએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ પત્ર પંચના નિર્દેશો પર ધ્યાન અપાવવા માટે લખવામાં આવી રહ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે ઈલેક્ટ્રોનિકલ ટ્રાંસમિટેડ બેલેટ પેપર સિ્ટમથી વોટની ગણતરી માટે વન ટાઈમ પાસવર્ડની જરૂરત પડતી હોય છે. આ ઓટીપી મોબાઈલ પર આવે છે. એવામાં પંચે આરઓ, એઆરઓ અને કાઉન્ટિંગ સુપરવાઈઝરને મોબાઈલ રાખવાની મંજૂરી આપી છે. જણાવી દઈએ કે ઈટીપીબીએસના ખાસ પ્રકારના ઉપયોગ પર પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવે છે.

તુરંત સ્વીચ ઑફ કરવાનો રહેશે
નિર્દેશ મુજબ કાઉન્ટિંગના દિવે આ ત્રણેય અધિકારીઓ પોતાના મોબાઈલ ફોન પોતાની પાસે રાખી શકશે, જે ETPBS સાથે લીંક હશે. જે બાદ ETPBS પર લૉગિન કરતી વખતે ફોન ઑન કરવાનો છે, પછી જેવો જ ઑટીપી મળે, ફોન તત્કાળ સ્વીચ ઑફ કરવો પડશે. લૉકો ઑન થયાના તુરંત બાદ ફોનને સ્વિચ ઑફ કરી કાઉન્ટિંગ હૉલની બહાર ત્યાંના સીનિયર મોસ્ટ ઑફિસરને જમા કરાવશે. આ ફોન કાઉન્ટિંગ ખતમ થાય ત્યાં સુધી સ્વિચ ઑફ રહેશે, કોઈ કારણસર લૉગ ઈન બંધ થઈ જાય તો કેટલીક સેકન્ડો સુધી ફરી મોબાઈલ ઑન કરી શકાશે.

મોબાઈલ ફોન માટે ઘોષણાપત્ર સાઈન કરવું પડશે
આ ત્રણે અધિકારીઓએ સૌથી પહેલા એક ડિક્લેરેન ાઈન કરવું પડશે. જેમાં મોબાઈલના ઉપયોગને લઈ Dos અને Don'ts લખેલ હશે. તમામ સંબંધીત ચીફ ઈલેક્ટોરલ ઑફિસરને કહેવામાં આવ્યું છે કે તેઓ જાણકારી આપે કે તેમની લોકસભા સીટમાં તમામ સેન્ટરો પર કેટલા મોબાઈલ ફોનનો ઉપયોગ થશે અને તેના નંબર શું છે.












Click it and Unblock the Notifications
