ધર્મ પરિવર્તનનો ખૂલ્યો ભાવ, ખ્રિસ્તીઓને 5 લાખ, મુસલમાનોને 2 લાખ
લખનઉ, 11 ડિસેમ્બર: સબકા સાથ સબકા વિકાસનો નારો બુલંદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તા પર કાબિજ થઇ છે. પરંતુ ફક્ત છ મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાનના વિકાસના એજંડાથી બીજો ઇતર એક નવો એજંડા શરૂ થઇ ગયો છે, તે છે ધર્માંતરણ. જી હાં ખ્રિસ્તીઓને ધર્મ પરિવર્તન માટે 5 લાખ જ્યારે મુસલમાનોને ધર્મ બદલવા માટે 2 લાખ રૂપિયાનો ખુલ્લો ભાવ નક્કી છે.
ધર્મ જાગરણ મંચનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ સંગઠને એક લાખ ખ્રિસ્તી અને મુસલમાનોની ઘર વાપસીનું લક્ષ્ય રાખ્યું છે. ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહે પોતાના પત્રમાં કહ્યું કે આ વર્ષે 1 લાખ લોકોની ધર વાપસી કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે 25 ડિસેમ્બરના રોજ અલીગઢમાં આયોજિત થનાર કાર્યક્રમમાં પાંચ હજાર ખ્રિસ્તી અને મુસલમાન પરિવાર ધર્મ પરિવર્તન કરશે. આ કાર્યક્રમ વિશે ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહનું કહેવું છે કે આ કાર્યક્રમ ધર્મ પરિવર્તનનો નથી પરંતુ ઘર વાપસી માટે લોકોના સમ્માનનો કાર્યક્રમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગરામાં 200 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તો બીજી તરફ આમાંથી કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ આ મુદ્દા પર સંસદમાં બંને સદનોમાં જોરદાર હોબાળો થયો. તો બીજી તરફ આ મામલાના આરોપીઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી લીધી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
