Opinion Poll : સરકારની કામગીરીથી કેટલા ટકા લોકો સંતુષ્ટ? જાણો શું કહે છે લેટેસ્ટ ઓપિનિયન પોલ?
એક તરફ વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવીને મોદી સરકારનો મુકાબલો કરવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ બીજેપીએ પણ તૈયારીઓ શરૂ કરી છે.
આ તૈયારીઓ વચ્ચે એપીબી ન્યૂઝ-સી વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં આવનારી લોકસભા ચૂંટણી કઈ તરફ જઈ રહી છે તેના સંકેત મળ્યા છે.

આ ઓપિનિયન પોલમાં દેશના 5 મોટા રાજ્યોને સામેલ કરાય છે. એક વર્ષથી ચાલી રહેલા સી વોટરના આ ટ્રેકરમાં 2 લાખથી વધુ લોકોના મંતવ્યો સામેલ છે. આમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
આ સર્વેમાં સામેલ લોકોમાંથી 38 ટકા લોકો સત્તાધારી પાર્ટીથી ખૂબ સંતુષ્ટ છે. માત્ર 26 ટકા લોકોએ અસંતુષ્ટ હોવાનું જણાવ્યુ. આ સિવાય જો 33 ટકા લોકો ઓછા સંતુષ્ટ છે.
આ સર્વેમાં માત્ર 3 ટકા લોકોએ જવાબ આપ્યો કે તેઓ આ વિશે કંઈ જાણતા નથી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે 97 ટકા લોકો કેન્દ્ર સરકારના કામકાજથી વાકેફ છે. તે આ બધું જાણે છે કે કેન્દ્રની મોદી સરકાર કેવી રીતે પોતાનું કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
