Opposition Meet: કોંગ્રેસનુ સમર્થન ન મળ્યુ તો બેઠકથી અળગા રહી શકે છે કેજરીવાલ
Opposition Meet: આજે બિહારના પટનામાં 18 વિપક્ષી પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. છેલ્લા અમુક વર્ષોમાં વિપક્ષની આ સૌથી મોટી બેઠક માનવામાં આવી રહી છે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે લગભગ 9 મહિના પછી દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.
આમ આદમી પાર્ટી દિલ્હીમાં વહીવટી અધિકારીઓ પર નિયંત્રણ અંગે કેન્દ્ર સરકારના દિલ્હી વટહુકમનો વિરોધ કરી રહી છે અને તેની સામે તમામ વિપક્ષી દળોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આવ સ્થિતિમાં આ મુદ્દાની અસર આજે મળનારી બેઠકમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે.

આમ આદમી પાર્ટીના નજીકના એક નેતાનું કહેવું છે કે જો કોંગ્રેસ આજે મળનારી બેઠકમાં દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ પોતાનું સમર્થન નહીં આપે તો આદ આદમી પાર્ટી બેઠકમાંથી દૂર થઈ શકે છે. આ સ્થિતિમાં વિપક્ષની બેઠકની એકતાને મોટો ફટકો પડવાની આશંકા છે.
તમને જણાવી દઈએ કે 20 મેના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વટહુકમ પસાર કર્યો હતો, જેનો હેતુ સુપ્રીમ કોર્ટના આદેશને બેઅસર કરવાનો હતો. આ વટહુકમમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવા માટે મુખ્યમંત્રી અને બે વહીવટી અધિકારીઓના મતની ગણતરી કરવામાં આવશે અને બહુમતીના આધારે નિર્ણયો લેવામાં આવશે, જેનો આમ આદમી પાર્ટી સરકાર વિરોધ કરી રહી છે.
ઘણા વિરોધ પક્ષોએ કેજરીવાલને ટેકો જાહેર કર્યો છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકબીજાના વિરોધી છે અને કોંગ્રેસ આ મુદ્દે મૌન રાખી રહી છે.
કેજરીવાલે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો પરંતુ બંને નેતાઓ તેમને મળ્યા નથી. આવ સ્થિતિમાં આજની બેઠકમાં બંને નેતાઓ વચ્ચેની મુલાકાત પર સૌની નજર રહેશે.
એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ દબાણમાં કેજરીવાલને સમર્થન નહીં આપે. પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે આ મુદ્દે આપને સમર્થન આપવા માટે કોંગ્રેસ પર કોઈ દબાણ નથી.
એક મહિના પછી ચોમાસુ સત્ર મળવાનું છે, તમે અમને સ્ટેન્ડ લેવા માટે કેવી રીતે દબાણ કરી શકો. વિપક્ષની આ બેઠક 2024ની ચૂંટણી માટે છે અને વટહુકમ પર ચર્ચા કરવા માટે નથી.












Click it and Unblock the Notifications
