સોનિયા ગાંધીના ઘરે નેતાઓની બેઠક, ઘણા મુદ્દાઓ પર થશે ચર્ચા
મોન્સૂન સત્રમાં મોદી સરકારને કઈ રીતે ઘેરવામાં આવે તેના વિશે ચર્ચા કરવા માટે આજે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસની બેઠક થઇ રહી છે.
મોન્સૂન સત્રમાં મોદી સરકારને કઈ રીતે ઘેરવામાં આવે તેના વિશે ચર્ચા કરવા માટે આજે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસની બેઠક થઇ રહી છે. આ બેઠકમાં મોન્સૂન સત્રમાં કોંગ્રેસના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવશે. તેની સાથે સાથે આ બેઠકમાં રાજ્યસભાના નવા ઉપાધ્યક્ષ પદ ના ઈલેક્શન પર પણ મંથન કરવામાં આવશે. આ અગત્યની બેઠકમાં કોંગ્રેસના લગભગ બધા જ વરિષ્ઠ નેતાઓ શામિલ છે.

આપણે જણાવી દઈએ કે આ બેઠક પછી આજે સાંજે રાજ્યસભામાં નેતા ગુલામ નબી આઝાદની અધ્યક્ષતામાં સાંજે વિપક્ષી નેતાઓની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં વિપક્ષી નેતાઓ શામિલ થઇ શકે છે.
મોન્સૂન સત્ર 18 જુલાઈથી શરુ થઇ રહ્યું છે
મોન્સૂન સત્ર 18 જુલાઈથી શરુ થઇ રહ્યું છે. બેઠકનો મુખ્ય ઉદેશ રાજ્યસભાના ઉપ-સભાપતિ માટે સંયુક્ત ઉમેદવારના નામ માટે અંતિમ રૂપ આપવાનું છે. આ પદ 1 જુલાઈથી પીજે કુરિયનનો કાર્યકાલ પૂરો થવાથી ખાલી છે.
આ વિશે રાજ્યસભામાં કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વિપક્ષના નેતા આજે બેઠક કરીને મોન્સૂન સત્ર દરમિયાન ઉઠાવનારા મુદ્દા અંગે ચર્ચા કરશે. તેઓ મહિલા સુરક્ષા, રાષ્ટ્રીય સરક્ષા ખતરા અંગે સરકારને સવાલ કરશે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
