Opposition Meeting : સારી શરૂઆત, અડધુ કામ પુરૂ, પહેલા દિવસની બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી વિરોધી ગતિવિધિઓ અને દાદાગીરી સામે તમામ વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવી છે અને આ ક્રમમાં આજે બેંગ્લોર ખાતે પહેલા દિવસથી બેઠક યોજાઈ હતી. આ બેઠકને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સફળ ગણાવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, મીટિંગ સારી રીતે શરૂ થઈ છે. અડધું કામ થઈ ગયું છે. તેમણે કહ્યું કે અમે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના બંધારણીય સિદ્ધાંતો દ્વારા સંચાલિત ભારત ઇચ્છીએ છીએ. અમે એવું ભારત ઈચ્છીએ છીએ જે સૌથી નબળા લોકોને આશા અને વિશ્વાસ આપે.

અહીં તમને જણાવી દઈએ કે, બેંગલુરુમાં વિરોધ પક્ષોની બીજી બેઠક બોલાવવામાં આવી છે. 2024માં ભાજપને ઘેરવા માટે બે દિવસ સુધી મંથન થશે. આજે આ પહેલા દિવસની બેઠક યોજાઈ હતી અને આવતીકાલે પણ મંથન ચાલશે.
બીજી તરફ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને જણાવ્યુ કે, NDA છેલ્લા ઘણા વર્ષોથી માત્ર દેખાડો બનીને રહી ગયું હતું અને હવે પુનઃજીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. 26 વિપક્ષી પાર્ટીઓ એકઠા થવાની આ સીધી અસર છે. 23મી જૂને પટનામાં સફળ બેઠક યોજાઈ હતી. બેંગલુરુની બેઠકમાં વધુ પક્ષો ભાગ લઈ રહ્યા છે. તેનાથી ગભરાઈને બીજેપી એનડીએને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
બેંગલુરુમાં વિપક્ષી નેતાઓની ડિનર મીટ પર કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, મીટિંગ સારી નોંધ પર શરૂ થઈ અને તે 2024 માં બીજેપીનો અંત આવશે. આવતીકાલે દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠક વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, તે નેશનલ ડિઝાસ્ટર એલાયન્સ હશે.
18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બીજા દિવસની બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ 26 પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે. આવતીકાલની બેઠકમાં નિર્ણાયક નિર્ણય સામે આવી શકે છે.












Click it and Unblock the Notifications
