Opposition Meeting : INDIA વિરૂદ્ધ મોદી જ કેમ? જાણો શું કહ્યું કપિલ સિબ્બલે?
નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી ગતિવિધિઓ અને તાનાશાહી રવૈયાને કારણે દેશની મોટી વિપક્ષી પાર્ટીઓ એકમંચ પર આવી ગઈ છે અને દેશમાં ફરીથી લોકશાહી સ્થાપિત કરવા માટે IINDIA ગઠબંધનની જાહેરાત કરી છે. હવે આ ગઠબંધનનું નામ ઈન્ડિયા કેમ રખાયુ તેનો કપિલ સિબ્બલે ખુલાસો કર્યો છે.

ઈન્ડિયા ગઠબંધનનું પુરૂ નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ છે અને બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં આ નામની જાહેરાત કરાઈ છે. આ ગઠબંધનના નેતાઓએ કહ્યું કે, આ પ્લેટફોર્મ એનડીએના વિરોધમાં ઊભા રહેવા માટે બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયા એનડીએ અને પીએમ મોદીને ટક્કર આપવા માટે કરાયુ છે. મહાગઠબંધનના નામને લઈને ઉભા થઈ રહેલા સવાલ પર કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે વિગતે વાત કરી અને જણાવ્યુ કે આ નામ કેમ પસંદ કરાયુ.
ગઠબંધનના નામ મુદ્દે સવાલનો જવાબ આપતા કપિલ સિબ્બલે કહ્યું કે, આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડમાં છે, બીજે ક્યાં? બીજેપી માત્ર ચારથી પાંચ રાજ્યોમાં જ છે. બાકીનામાં સરકારને ગેરકાયદેસર પાડવામાં આવી છે. જો તે લોકશાહીની વ્યાખ્યા અપનાવે તો સ્થિતિ સુધરશે. તેમણે કહ્યું કે, પીએમ મોદી જે ભારતની વાત કરી રહ્યા છે તે માત્ર થોડા લોકોનું છે. આ સ્થિતિમાં વિપક્ષના આ ગઠબંધનની જરૂર હતી.
આ બેઠક બાદ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ જણાવ્યુ કે, આઝાદી પછી આ પ્રથમ વખત છે જ્યારે મોટાભાગના રાજકીય પક્ષો સાથે આવવાની જરૂર અનુભવી રહ્યા છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની સરખામણી બ્રિટિશ શાસનના સમય સાથે કરી અને કહ્યું કે, વર્તમાન સરકારની માનસિકતા અંગ્રેજો જેવી છે. તેમણે બીજેપી સરકાર પર બંધારણનો નાશ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આજે ભારત માત્ર આંતરિક જ નહીં પણ બાહ્ય રીતે પણ ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.
બેઠક બાદ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ એનડીએની બેઠકને લઈને મોદજી સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, તેમને (પીએમ મોદી) લાંબા સમય પછી એનડીએની યાદ આવી છે. અગાઉ પીએમએ કહ્યું હતું કે તેમને એનડીએની જરૂર નથી, તે એકલા પૂરતા છે. પરંતુ હવે તે એક બેઠક કરી રહ્યા છે, જે દર્શાવે છે કે કંઈક ગડબડ છે.












Click it and Unblock the Notifications
