રાષ્ટ્રપતિ ચૂંટણી : મીરા કુમારે ભર્યું તેમનું નામાંકન પત્ર

Posted By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપ અને એનડીએ તરફથી રામનાથ કોવિંદએ નામાંકન પત્ર ભર્યા પછી, નામાંકન ભરવાના છેલ્લા દિવસે એટલે કે બુધવારે વિપક્ષી દળો તરફથી મીરા કુમાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું હતું.. નામાંકન પત્ર ભરતી વખતે મીરા કુમાર સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમેતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એનપીએસ અધ્યક્ષ શરદ પવાર, સીતારામ યેચુરી, સતીશ મિશ્રા સમેત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જો કે તબિયત સારી ના હોવાના કારણે આરજેડી પ્રમુખ લાલુ યાદવ આ પ્રસંગે હાજર રહ્યા નહતા. ઉલ્લેખનીય છે કે પત્રોની તપાસ 1 જુલાઇએ થશે. વધુમાં ઉલ્લેખનીય છે કે 30 જૂને મીરા કુમાર અમદાવાદ જશે અને સાબરમતી આશ્રમથી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

mira kumar

સાથે જ તે તમામ રાજ્યોનો પ્રવાસ કરી વિધાયકોને મળશે. વધુમાં રામનાથ કોવિંદ સાથે જાતિ મામલે ચર્ચા પર મીરા કુમારે દુખ વ્યક્ત જણાવ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીની પસંદગી જાતિ આધારિત ના હોવી જોઇએ, વિચારધારા આધારિત હોવી જોઇએ. મીરા કુમારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રાષ્ટ્રપતિ ઉમેદવારોની ઉપલબ્ધિ અને યોગ્યતા પર ચર્ચા કરવાના બદલે જાતિ આધારિત ચર્ચા કરવામાં આવી રહી છે જે ખોટી છે. નોંધનીય છે કે 17 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. અને 20 જુલાઇના રોજ મત ગણતરી કરવામાં આવશે. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી બેલેટ પેપરથી જ કરવામાં આવશે. અને ચૂંટણી આયોગ એક વિશેષ પેનનો ઉપયોગ કરશે.

English summary
Opposition presidential candidate Meira Kumar will file her nominations today, the last date for filing of nominations, in the presence of Congress president Sonia Gandhi and a number of opposition leaders.
Please Wait while comments are loading...