કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં કૃષિ સાથે જોડાયેલા બે બિલને ધ્વનિ મતથી રાજ્યસભામાં પાસ કરાવી દેવામાં આવ્યું છે. આ બિલ પાસ કરાવતી સમયે વિપક્ષનો જોરદાર હંગામો પણ જોવા મળ્યો. હવે નારાજ વિપક્ષ દ્વારા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
આજે રાજ્યસભામાં કૃષક ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ 2020 અને કૃષક કીમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર બિલ 2020 પાસ થઈ ગયાં છે. બિલ ધ્વની મતથી પાસ થયાં. આ દરમ્યાન વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો. જો કે ઉચ્ચ સદનથી બિલ પાસ થઈ ગયું છે. જે બાદ હવે વિપક્ષ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે.
રૂલ બુક ફાડી
અગાઉ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ઉપસભાપતિ સામે રૂલ બુક ફાડી દીધી હતી. ડેરેક ઓ બ્રાયન અને તૃણમૂલ કોંગ્રેસના બાકી સાંસદોએ આસનની પાસે જઈ રૂલ બુક દેખાડવાની કોશિશ કરી અને તેને ફાડી નાખી હતી. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકાર પર દગો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સરકારે સંસદમાં દરેક નિયમ તોડી નાખ્યા. તેઓ રાજ્યસભા ટીવીના ફીડ કાપે છે જેથથી દેશ જોઈ ના શકે. તેમણે આરએસટીવીને સેંસર કરી નાખખી. અમારી પાસે સબૂત છે.
Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક