ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
મુંબઇ, 25 મે : વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ અને તત્વચિંતક ઓશોએ માત્ર લોકોની જિંદગી જ બદલી નાખી નહોતી, પણ તેને બોલિવૂડના એક મશહૂર કલાકારને સુપરસ્ટાર બનતાં રોકી દીધો હતો. ચોંકશો નહીં. આ બિલકુલ સાચી વાત છે. ઓશોએ માત્ર બોલિવૂડના નામાંકિત કલાકાર વિનોદ ખન્નાની જિંદગી જ નહોતી બદલી, પણ તેની પાસેથી સુપરસ્ટારનો બિલ્લો પણ છિનવી લીધો હતો. વિનોદ ખન્ના જો ઓશો રજનીશનાં ચક્કરમાં ન પડ્યા હોત તો બોલિવૂડનો ઈતિહાસ કદાચ જુદો જ હોત એવું માનનારા લોકોની આજે પણ કોઈ કમી નથી. કદાચ અમિતાભ બચ્ચન આટલી આસાનીથી સુપરસ્ટાર બની શક્યો હોત નહીં અને વિનોદ ખન્નાની કારકિર્દી પણ તેમની આસપાસ જ રહી હોત.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
વિનોદ ખન્નામાંથી સ્વામી વિનોદ ભારતી
પેશાવરમાં જન્મેલા વિનોદ ખન્નાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. વિનોદ પોતાને ખૂબ જ જિજ્ઞાસુ વ્યક્તિ ગણાવે છે. કદાચ આ જ જિજ્ઞાસા તેમને 70ના દશકમાં મશહૂર બનેલા આચાર્ય રજનીશ એટલેકે ઓશો તરફ ખેંચી ગઈ. ઓશોના તત્વજ્ઞાનની વિનોદ પર એટલી ઘેરી અસર થઈ કે 70ના દશકમાં પોતાની કારકિર્દીની ટોચે બિરાજતા વિનોદે ઓશોના આશ્રમમાં આવવા જવાનું શરૂ કરી દીધું અને આખરે ઓશો સાથે અમેરિકાના ઓરેગનમાં બનેલા રજનીશપુરમમાં રહેવા ચાલ્યા ગયા. અહીં ઓશઓએ તેમને વિનોદ ભારતી નામ આપ્યું.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
સેક્સી સંન્યાસી
બોલિવૂડમાં નામ, પૈસા, ગ્લેમર કમાયા બાદ વિનોદને સતત એ સવાલ સતાવતો હતો કે હવે આગળ શું? આ ગડમથલને લીધે વિનોદે ઓશોના આશ્રમે જવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં સપ્તાહના આખરી દિવસોમાં જ ત્યાં જતા. વિનોદ સપ્તાહના અંતે પોતાની ફિલ્મોનાં શૂટિંગ પણ પુણેમાં જ ગોઠવી દેતા. પૂણેમાં જ 31 ડિસેમ્બર, 1975ના દિવસે વિનોદને દીક્ષા અપાઈ હતી. વિનોદે જ્યારે ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ત્યારે કોઈને આનો વિશ્વાસ નહોતો થયો. લોકો વિનોદને સેક્સી સંન્યાસી કહેતા હતા.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
બચ્ચનના પિતા અને ઓશો મિત્ર હતા
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા ડો. હરિવંશ રાય બચ્ચન ઓશોને ત્યારથી ઓળખતા હતા જ્યારે ઓશો કંઈ જ નહોતા. એ વખતે ઓશો એક કોલેજમાં અધ્યાપક હતા. બંને દિલ્હીમાં એક મિત્રના ઘરે પહેલી વખત મળ્યા હતા. અહીં હરિવંશ રાયે ઓશોને પોતાની કવિતા સંભળાવી હતી, જે ઓશોને ખુબ પસંદ પડી હતી. આ મુલાકાતને પગલે બંને વચ્ચે સારી મિત્રતા જામી ગઈ હતી. આ વાતનો ખુદ હરિવંશ રાયે પોતાની આત્મકથામાં સ્વીકાર કર્યો હતો.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
અમિતાભ રહ્યા ઓશોથી દૂર
આ ઘટનાના થોડા વર્ષ બાદ અમિતાભ સુપરસ્ટાર બન્યા અને ઓશોએ પુણેમાં આશ્રમ ખોલ્યો. એક દિવસ હરિવંશરાય પોતાની પત્ની તેજી બચ્ચનને લઈને ઓશોને મળવા ગયા. ઓશો હવે પોતાના ચેલાઓની નજરે એક માણસ મટીને ભગવાન બની ચૂક્યા હતા. અહીં તેમની સાથે ભગવાનના દર્શનાર્થે આવેલા દર્શનાર્થીઓની જેવો વર્તાવ થયો, જે બચ્ચન દંપતીને ન ગમ્યો. એવું મનાય છે જે હરિવંશ રાય બચ્ચનના આ મોહભંગને લીધે અમિતાભ બચ્ચન પણ ઓશોથી દૂર થયા હતા.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
વિનોદ હજુ પણ ઓશોભક્ત જ છે
ઓશોનો આશ્રમ છોડ્યે દાયકાઓ વીતિ ચૂક્યા હોવા છતાં હજુ પણ વિનોદ ખન્ના ખુદને ઓશોની નજીક જ અનુભવે છે. આ વાતનો વિનોદ ખન્ના હજુ પણ સ્વીકાર કરે છે. આશ્રમ છોડ્યા બાદ વિનોદના જીવનમાં ઘણા પરિવર્તન આવી ગયા છે. વિનોદ ખન્નાએ બાદમાં કવિતા નામની એક યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને કેટલીય સફળ ફિલ્મો પણ આપી હતી.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
વિનોદ હજુ પણ ઓશોભક્ત
ગુરુદાસપુરની બેઠક પર ભાજપની ટિકિટ પર વિનોદ ખન્ના લોકસભાની ચૂંટણી પણ જીત્યા અને કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ બન્યા. કેટલાય લોકો એવું માને છે કે વિનોદ ખન્ના જો ઓશોના ચક્કરમાં ન પડ્યા હોત તો કદાચ તેમની કારકિર્દી કંઈક અલગ જ હોત. જોકે વિનોદ ખન્નાએ ક્યારેય આ મુદ્દે હા નથી પાડી, અને ના પણ નથી પાડી.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
ઓશોના અમેરિકી આશ્રમમાં વિનોદ માળીકામ કરતો
અમેરિકાના આશ્રમ રજનીશપુરમ્માં વિનોદ ખન્ના એ થોડાક ભારતીયો પૈકીનો એક હતો જે ઓશો સાથે રહેતા હતા. ઓશો અહીં એક સેક્સ ગુરુ તરીકે વિખ્યાત હતા. વિનોદ કહે છે કે ઓશોએ અમને સેક્સથી પર જઈને તેના દ્વારા પોતાના જખમ પર મલમ લગાવતા શીખવ્યું હતું. અમેરિકાના આશ્રમમાં વિનોદ માળીકામ કરતા હતા.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
ઓશોના કપડાં સિવડાવવા વિનોદનું માપ લેવાતું
વિનોદ અહીં આશ્રમના ટોઈલેટથી લઈને એંઠી થાળીઓ પણ ધોતા હતા. ઓશો માટે નવાં કપડાં સીવડાવવામાં આવે ત્યારે માપ વિનોદનું લેવામાં આવતું, કેમ કે બંને એક જ કદ કાઠીના હતા. અમેરિકાના આશ્રમમાં વિનોદ ચાર વર્ષ રહ્યો, એ દરમિયાન વિનોદ અને તેની પત્ની ગીતાંજલિના સંબંધો વણસી ગયા. લોકો તેના પુત્રને કહેતા કે તારો બાપ એના ગુરુ સાથે ભાગી ગયો છે.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
ભારત પરત ફરતાં સુધીમાં વિનોદ ખન્ના બરબાદ થઈ ગયો હતો
બોલિવૂડ સ્ટાર વિનોદ ખન્નાએ પોતાના ગુરુ રજનીશ સાથે પોતાની યાત્રા પૂરી કરી લીધી હતી અને હવે રજનીશ સાથે રહેવાનો કોઈ મતલબ રહ્યો નહોતો. આખરે વિનોદ ખન્ના ભારત પરત ફર્યો. વિનોદના મતે ગુરુનો સાથ છોડવો તેના માટે એક અઘરો નિર્ણય હતો.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
બોલીવુડે ફરી આવકાર આપ્યો
આચાર્ય રજનીશે વિનોદને તેનો પુણે આશ્રમ ચલાવવા કહ્યું હતું, પરંતુ વિનોદે તેનો ઈનકાર કર્યો. જ્યારે વિનોદ ભારત પરત ફર્યો ત્યારે તેની પાસે હતું તે બધું જ ખતમ થઈ ગયું હતું. એ વખતે વિનોદ કંગાલિયતના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આખરે તે બોલિવૂડમાં પરત ફર્યો. બોલિવૂડે ફરી એક વાર તેને આવકાર્યો પણ ખરો.

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
વિનોદ ખન્ના ઓશોમાં ઓતપ્રોત બની ગયા હતા

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
પોતાના ફેમિલી સાથે વિનોદ ખન્ના

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
બોલીવુડના સુપર સ્ટાર બનતા રહી ગયા વિનોદ ખન્ના

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!
ઓશોના જીવનના વધુ કાળા પાના બહાર આવ્યા
ઓશોનો ઇન્ટરનેશનલ આશ્રમ
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
