Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેટલી જાસૂસીકાંડ: ઘણા બીજેપી નેતાઓની કઢાઇ હતી કોલ ડિટેલ્સ

arun jaitley
નવી દિલ્હી, 1 માર્ચ: બીજેપી નેતા અરુણ જેટલીની જાસૂસીકાંડમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. જેટલી કોલ ડિટેલ્સ મામલાની તપાસ કરી રહેલી એજન્સીને માલૂમ પડ્યું છે કે જેટલી ઉપરાંત અન્ય ઘણા બીજેપી નેતાઓની કોલ ડિટેલ્સ ખોટી રીતે કાઢવામાં આવી હતી. જોકે આ મામલે તપાસ સમિતિઓ તપાસ કરી રહી છે.

તપાસ એજન્સીઓએ ડિટેલ્સ કોલ ગ્રાહકોની ઓળખ શરૂ કરી દીધી છે. ગ્રાહકોમાં મોટા બિઝનેસમેન અને રાજનેતાઓનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર અનુરાગ, નીતિશ, અને અરવિંદે 60 લોકોના કોલ ડિટેલ્સ નિકાળ્યા હતા. આ લોકો પર આરોપ છે કે અરૂણ જેટલી સહિત બીજેપીના ઘણા દિગ્ગજ નેતા નીતિન ગડકરી, વિજય ગોયલ, સુધાંશુ મિત્તલ જેવા નેતાઓની કોલ ડિટેલ્સ કાઢવામાં આવી હતી. સાથે સાથે તેમાં ઘણા કોર્પોરેટ ક્ષેત્રના પૂર્વ આપીએલ કમિશ્નર લલિત મોદીના કોલ ડિટેલ્સ પણ નિકાળવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાંક ક્લાઇંટ્સ અને કોર્પેરેટ વિસ્તારની ઓળખ કરવામાં આવી છે. તેમની પૂછતાછ કરવામાં આવી શકે છે. જાસૂસીનું કામ કરનાર અનુરાગસિંહ જે આ મામલાનો આરોપી છે, તે કોલ ડિટેલ્સ વેચવાનું કામ કરતો હતો. સૂત્રોનું કહેવું છે કે બીજેપીના કેટલાક નેતા પણ ક્લાઇંટ્સ છે. આ મામલો ખુબ જ ગંભીર હોવાના કારણે પોલીસ નામનો ખુલાસો કરતા પહેલા પોતાને સ્પષ્ટ કરી લેવા માગે છે. ફિલહાલ પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે અરવિંદ ડબાસનો ઉપયોગ માત્ર અરુણ જેટલીની ફોન કોલ ડિટેલ્સ નિકાળવા માટે કરાયો હતો. જોકે એવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે કે આ મામલે અન્ય પોલીસ જવાનોના નામ પણ સામેલ હોઇ શકે છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર ઓફિસિયલ સમય અનુસાર આ કોલ ડિટેઇલ્સ નિકાળવામાં આવતી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X