Oting Firing Incident : કોન્સ્ટેબલ સહિત 13ના મોત, ગૃહ મંત્રીએ તપાસનું આપ્યું આશ્વાસન
નાગાલેન્ડના મોન જિલ્લાના તિરુ ગામ વિસ્તારમાં શનિવારના રોજ (ડિસેમ્બર 04) સાંજે ગોળીબારની ઘટનામાં કોન્સ્ટેબલ સહિત 13 નાગરિકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક ઇમનાલેન્સાએ આ ઘટનામાં 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
Oting Firing Incident : નાગાલેન્ડના મોન જિલ્લાના તિરુ ગામ વિસ્તારમાં શનિવારના રોજ (ડિસેમ્બર 04) સાંજે ગોળીબારની ઘટનામાં કોન્સ્ટેબલ સહિત 13 નાગરિકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક ઇમનાલેન્સાએ આ ઘટનામાં 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

અહેવાલો અનુસાર ઓટિંગ ગામના નાગરિકોનું એક જૂથ મિની-ટ્રકમાં ઘરે પરત ફરી રહ્યું હતું, ત્યારે સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે લોકો ઘણા કલાકો સુધી ઘરે પરત ન ફર્યા, ત્યારે લોકો તેમની શોધમાં ગયા હતા.
તેમની શોધખોળ કરતાં નાગરિકોના ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ કથિત રીતે સુરક્ષા દળોના બે વાહનોને આગ ચાંપી દીધી હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ આ ઘટનાની SIT તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ ન્યાયની ખાતરી આપી છે.
|
ઉચ્ચ સ્તરીય SIT ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે : અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારના રોજ (05 ડિસેમ્બર) સવારે ટ્વીટ કર્યું અને લખ્યું, "નાગાલેન્ડના ઓટિંગમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું.
હું આ ઘટનામાંજીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. શોકગ્રસ્ત પરિવારોને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીયSIT ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે.
|
તપાસ માટે ઉચ્ચ સ્તરીય SITની રચના કરવામાં આવી છે : નેફિયુ રિયો
રવિવારના રોજ (ડિસેમ્બર 05)ના રોજ તેમના ટ્વિટમાં મુખ્યમંત્રી નેફિયુ રિયોએ જણાવ્યું છે કે, તેમણે તપાસ માટે ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરી છે.
શનિવારના રોજ આ ઘટના સોમ જિલ્લાના ઓટીંગ ગામમાં બની હતી. કથિત રીતે આ ઘટના ત્યારે બની જ્યારે પીકઅપ વાહન (ટ્રક)માં મજૂરોનું એક જૂથ તિરુ ગામથીજઈ રહ્યું હતું.
અજાણ્યા બદમાશોએ કથિત રીતે વાહન પર ગોળીબાર કર્યો, જેના કારણે મૃત્યુ અને ઈજાઓ થઈ હતી.

નાગાલેન્ડના મુખ્યમંત્રીએ તમામ વર્ગોને શાંતિ જાળવવા કરી અપીલ
મુખ્યમંત્રી નેફિયુ રિયોએ ટ્વીટ કર્યું હતું કે, ઓટિંગ, સોમમાં નાગરિકોની હત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય છે. ઉચ્ચ સ્તરીય SIT આ મામલાની તપાસકરશે અને કાયદેસર તેમના ગુના સામે ન્યાય અપાવશે. તમામ વર્ગોને શાંતિ જાળવવા અપીલ.












Click it and Unblock the Notifications
