For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારુ સપનુ છે કે દેશની ટૉપ 10 સ્કૂલોમાં બધા નામ દિલ્લી સરકારની સ્કૂલોના હોયઃ મનીષ સિસોદિયા

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે હવે અમારુ સપનુ છે કે આવનારા સમયમાં દેશની ટૉપ 10 સ્કૂલોની યાદીમાં તમામ નામ દિલ્લીની સરકારી સ્કૂલોના હોવા જોઈએ

|
Google Oneindia Gujarati News

એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગમાં ભારતની ટોચની 10 શાળાઓમાંથી 5 દિલ્લી સરકારની છે. રાજ્યની સરકારી શાળાઓની શ્રેણીમાં દિલ્લીની શાળાઓ પ્રથમ અને બીજા ક્રમે, નવમા સ્થાને બે શાળાઓ અને દસમા સ્થાને એક શાળા છે. ગુરુવારે ઉપ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની શાળાના આચાર્યો પર વિશ્વાસ દર્શાવ્યો છે, તેમને ઉત્તમ તાલીમ અને સુવિધાઓ પૂરી પાડી છે અને આ વિશ્વાસના આધારે આજે દિલ્લીની સરકારી શાળાઓ દેશની ટોચની 10 શાળાઓમાં સામેલ છે.

Manish Sisodia

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે હવે અમારુ સપનુ છે કે આવનારા સમયમાં દેશની ટૉપ 10 સ્કૂલોની યાદીમાં તમામ નામ દિલ્લીની સરકારી સ્કૂલોના હોવા જોઈએ અને જ્યારે દુનિયાની ટૉપ સ્કૂલોની યાદી બનાવવામાં આવે ત્યારે તમામ સ્કૂલો ભારતની હોય. પ્રેસ કૉન્ફરન્સમાં સિસોદિયાએ કહ્યુ કે આ માત્ર અમારી સિદ્ધિ નથી પરંતુ તમામ શાળાના વડાઓ, 60,000 શિક્ષકો અને દિલ્લીની સરકારી શાળાઓના લાખો બાળકો અને માતા-પિતાની સિદ્ધિ છે.

તેમણે કહ્યુ કે આ પાંચ શાળાઓમાંથી બે શાળા પૂર્વ દિલ્લીની છે. જેની હાલત પહેલા ઘણી ખરાબ હતી. તેમણે કહ્યુ કે શાળાના વડાઓને IIMમાં નેતૃત્વની તાલીમ આપવામાં આવી હતી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવામાં આવ્યુ હતુ અને પરિણામે દિલ્લીની સરકારી શાળાઓ ટોચની 10માં સામેલ છે.

ડૉ. રાજપાલ સિંહ, પ્રિન્સિપાલ, આરપીવીવી, સૂરજમલ વિહારે જણાવ્યુ હતુ કે 2015થી બોર્ડના પરિણામોમાં સરેરાશ 80%થી વધુ માર્ક્સ છે. 2017માં અમારા બાળકોએ મોસ્કોમાં ઓલિમ્પિયાડમાં રસાયણશાસ્ત્રમાં મેડલ જીત્યો. RPVV, દ્વારકા સેક્ટર-10 સતત 4 વર્ષથી EW રેન્કિંગમાં પ્રથમ આવે છે. પ્રિન્સિપાલ અતુલ કુમારે જણાવ્યુ હતુ કે IIM જેવી સંસ્થાઓની તાલીમ બાદ અમારામાં આત્મવિશ્વાસ આવ્યો છે.

એચઆર શર્મા, પ્રિન્સિપાલ, આરપીવીવી, દ્વારકા સેક્ટર-5એ જણાવ્યુ હતુ કે અમારી શાળાના ઘણા બાળકો કે જેઓ ખૂબ જ સામાન્ય પરિવારના છે, તેઓએ આ વર્ષે JEE મેઈન્સમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. રોહિણી સેક્ટર-11ના આરપીવીવીના પ્રિન્સિપાલ વિપિન શર્માએ જણાવ્યુ હતુ કે અમે સ્કૂલમાં બાળકોની જરૂરિયાત સમજીએ છીએ અને તેના પર કામ કરીએ છીએ. RPVV, યમુના વિહાર આ વર્ષે 9મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયા છે. આચાર્ય હરીશ કુમારે જણાવ્યુ હતુ કે અમે શિક્ષણની અનોખી પદ્ધતિઓ અપનાવી હતી. તેમજ વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા હતા.

English summary
Our dream is to have all the names of Delhi government schools in the top 10 schools of the country says Manish Sisodia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X