દુનિયાના સૌથી 15 ગરમ શહેરમાં ભારતનાં 8, ગરમીથી માણસ જ નહિ જાનવરો પણ પરેશાન
દુનિયાના સૌથી 15 ગરમ શહેરમાં ભારતનાં 8, ગરમીથી માણસ જ નહિ જાનવરો પણ પરેશાન
નવી દિલ્હીઃ દેશભરમાં હાલ ગરમીનો આતંક ફેલાયેલો છે, ભયંકર ગરમીથી માત્ર માણસ જ નહિ પરંતુ પ્રાણીઓ પણ પરેશાન છે, જાણીને તમે દંગ રહી જશો કે દુનિયાના 15 સૌથી ગરમ શહેરમાં ભારતના 8 શહેર પણ સામેલ છે. વેધર વેબસાઈટ અલ ડોરાડોએ આ જાણકારી આપી છે. ગરમીના કારણે ખાસ કરીને એવા મજૂર વર્ગની હાલત કફોડી બની છે જેઓને રહેવા માટે માથે છત પણ નથી.

તપી રહ્યું છે ભારત
ડોરાડો મુજબ દુનિયાના સૌથી 15 ગરમ શહેરમાં ભારતના 8 શહેર સામેલ છે, વેબસાઈટ મુજબ 3 જૂનથી ચુરુ (48.9), ગંગાનગર (48.6), જોધપુરનું ફલોદી (48.2), બીકાનેર (48.1), જેસલમેર (47.8), નૌગાંવ (47.7), નારનૌલ (47.6) અને ખજુરાહો (47.5) સૌથી ગરમ શહેરોમાંના છે.

રાજસ્થાન અને વિદર્ભમાં રેડ અલર્ટ
હવામાન ખાતાએ રાજસ્થાન અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે, દિલ્હી-એનસીઆર, યૂપી, પંજાબ, હરિયાણા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આગલા બે દિવસ સુધી અહીં ભયંકર લૂ સાથે ગરમી ચરમ સીમા પર રહેશે, પશ્ચિમી રાજસ્થઆનના ચુરૂમાં તો પારો 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો, જ્યારે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે પણ પારો 50નો આંકડો પાર કરી ચૂક્યો છે.

શું છે ગરમીનું કારણ
ઉત્તર ભારતીય વિસ્તારોમાં પાકિસ્તાનથી આવતી પશ્ચિમી હવાઓએ ગરમીનો પ્રકોપ વધારી દીધો છે જેની અસર લૂના રૂપમાં જોવા મળી રહી છે, ધગધગતા તડકાએ લોકોને જીવવું મુશ્કેલ કરી દીધું છે, આ ગરમી માત્ર માણસોને જ નહિ બલકે જાનવરોને પણ પરેશાન કરી રહી છે.

અત્યાર સુધીમાં 30નાં મોત
હવામાન વિભાગના આંકડાઓ મુજબ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવ ચાલી રહ્યું છે, જેનાથી અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયાં છે. આગામી 2-3 દિવસો સુધી પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરી કર્ણાટક, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રના કેટલાય ભાગમાં હીટ વેવ ચાલશે, હિમાચલ અને જમ્મૂ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોને પણ ગરમીમાંથી રાહત નહિ મળે.

અહીં થશે વરસાદ, તેજ હવા ચાલશે
પોંડીચેરીના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. અહીં હવાઓની ગતિ 30-40 કિમી પ્રતિ કલાકના હિસાબે ચાલશે. આ ઉપરાંત તેલંગાણામાં પણ 40-50 કિમી પ્રતિ કલાકના હિસાબે હવાઓ ચાલશે.

ચોમાસું મોડું ચાલુ થશે
ભારતીય હવામાન ખાતા મુજબ અરબ સાગરમાં અનુકૂળ મૌસમી પરિસ્થિતિઓ ન થવાને પગલે પણ આ વર્ષે ચોમાસું આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો છે. 18મી મેના રોજ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસું પહોંચી ગયું હતું પરંતુ આ હજુ સમગ્ર ક્ષેત્ર સુધી નથી પહોંચી શક્યું અને આ કારણે જ કેરળના તટ પર ચોમાસું પાંચ દિવસ મોડું 6 જૂને પહોંચશે.

ખુદની કાળજી રાખો
- ગરમીમાં વધુ ભારે અને વાસી ભોજન ન કરવો, કેમ કે રમીમાં શરીરના જઠરાગ્નિ મંદ રહે છે.
- ગરમીમાં જ્યારે પણ ઘરેથી નિકળો ત્યારે કંઈ ખાઈ-પીને જ નીકળો, ખાલી પેટ ન નિકળવું.
- દરરોજ 4-5 લીટર પાણી પીવું. બજારની ઠંડી ચીજો નહિ, બલકે ઘરે બનાવેલ ઠંડી ચીજોનું જ સેવન કરવું.
- કેરીના પાન, ખસ, ચંદન, ગુલાબ, સંતરાનું સરબત, દહીની લસ્સી, મઠ્ઠો, ગુલકંદ વગેરેનું સેવન કરવું જોઈએ.
- લીલી અને તાજા શાકભાજીનું સેવન કરવું જોઈએ. સફેદ ડુંગળીનું સેવન તથા બહાર નીકળતી સમયે સાથે ડુંગળી રાખવી જોઈએ.
- સૂતરાઉ કપડાં પહેરીને બહાર નિકળવું. માથું હંમેશા કપડાંથી બાંધીને બહાર નીકળવું.












Click it and Unblock the Notifications
