For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day Parade 2020 માટે અહીં મળશે ટિકિટ, આવી રીતે મેળવો

ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે ટિકિટના વિવિધ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારત આવતી 26મી જાન્યુઆરીએ 71મો ગણતંત્ર દિવસ મનાવવા જઈ રહ્યો છે. દેશભરમાં આને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવશે. દેશમાં ગણતંત્ર સ્થાપિત થવાની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું સંવિધાન લાગૂ થયું હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતા વાળી સમિતિ દ્વારા સંવિધાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસના અવસર પર દર વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પરેડનું આયોજન થાય છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં દેશભરથી લોકો આવે છે. આ વખતે પણ પરેડની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. આ પરેડમાં સામેલ થવા માટે મુખ્ય સ્થળોએ આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે.

પરેડ ટિકિટ માટે 8 આઉટલેટ ખોલ્યા

પરેડ ટિકિટ માટે 8 આઉટલેટ ખોલ્યા

ગણતંત્ર દિવસ પર આયોજિત થનાર પરેડને જોવા માટે વધુમાં વધુ લોકો પહોંચી શકે તે માટે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આઉટલેટ્સ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 8 જગ્યાએ આ આઉટલેટ્સની મદદથી કોઈપણ જરૂરી દસ્તાવેજ દેખાડી ટિકિટ હાંસલ કરી શકાય છે. નિમ્ન જગ્યાએ આ આઉટલેટ્સ ખોલવામાં આવ્યાં છે.

નૉર્થ બ્લૉક રાઉંડઅબાઉટ

સેના ભવન (ગેટ નંબર 2)

પ્રગતિ મેદાન (ભૈરોં રોડ પર ગેટ નંબર 1)

જંતર મંતર (મેન ગેટ)

શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3 નજીક)

જામનગર હાઉસ (ઈન્ડિયા ગેટ સામે)

લાલ કિલ્લો (જૈન મંદિરની સામે અને ઓગસ્ટ પાર્કની અંદર)

આ ઉપરાંત સંસદના સભ્યો માટે પાર્લામેન્ટ હાઉસ રિસેપ્શન ઑફિસમાં પણ એક વિશેષ આઉટલેટ ખોલવામાં આવ્યું છે જેનાથી સભ્યોને આસાનીથી ટિકિટ મળી શકે.

ટિકિટ માટે આ દસ્તાવેજો હોવા જરૂરી

ટિકિટ માટે આ દસ્તાવેજો હોવા જરૂરી

ગણતંત્ર દિવસની પરેડ જોવા જતા લોકોએ દિલ્હીમાં બનાવવામાં આવેલ આઉટલેટ્સથી ટિકિટ ખરીદવાની હોય ચે. ટિકિટ ખરીદવા માટે ઓળખ બતાવવા માટે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અથવા સરકાર તરફથી અધિકૃત કરાયેલ ઓળખપત્ર સાથે લઈ જવા જરૂરી છે.

આઉટ્સલેટ ખુલા રહેવાનો આ સમય છે

ગણતંત્ર દિવસની પરેડ માટે ખોલવામાં આવેલ આ આઉટલેટ્સમાં ટિકિટ મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. કિટ કાઉન્ટર્સ દરરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યેથી સાંજે 4.30 વાગ્યા સુધી ખુલા રહેશે. જ્યારે જનતાની સુવિધા માટે સેના ભવનનું ટિકિટ કાઉન્ટર 23 જાન્યુઆરીથી લઈ 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યા સુધી ખુલા રહેશે.

આ છે ટિકિટના ભાવ

આ છે ટિકિટના ભાવ

ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે ટિકિટના વિવિધ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. રિઝર્વ સીટ માટે 500 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે અનરિઝર્વ સીટ માટે 100 રૂપિયા અને 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. રિઝર્વ સીટ મુખ્ય સ્ટેજની નજીક રહેશે જ્યાંથી પરેડ નિકળશે. અનારક્ષિત સીટ વહેલા તે પહેલાના ધોરણે મળશે.

Beating Retreat ટિકિટોની જાણકારી

Beating Retreat ટિકિટોની જાણકારી

Beating Retreat (ફુલ ડ્રેસ રિહર્સલ) પણ ટિકિટ ખરીદીને જોઈ શકાય છે. ગણતંત્ર દિવસના ત્રણ દિવસ બાદ બિટિંગ રિટ્રીટનું આયોજન થાય છે. જે 29 જાન્યુઆરીએ થશે. જેમાં ઈન્ડિયન આર્મીના બેન્ડ સાથે જ પારંપરિક ધુન પર ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન નેવીની માર્ચ થશે. બીટિંગ રિટ્રીટ માટે 28 જાન્યુઆરી સુધી ટિકિટ ખરીદી શકાય છે. આ ટિકિટોના ભાવ 20 રૂપિયાથી લઈ 50 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનશે ચીફ ગેસ્ટઆ પણ વાંચોઃ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનશે ચીફ ગેસ્ટ

English summary
outlets opened for tickets of Republic Day Parade 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X