For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પ્રદૂષણથી 1 વર્ષમાં 1 લાખ બાળકોના મોત, સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારતનાઃ WHO

એક તરફ રાજધાનીમાં વધતા પ્રદૂષણના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ વિશ્વ આરોગ્ય સંગઠન WHO ના રિપોર્ટે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

એક તરફ રાજધાનીમાં વધતા પ્રદૂષણના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ વિશ્વ આરોગ્ય સંગઠન WHO ના રિપોર્ટે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. રિપોર્ટ મુજબ વર્ષ 2016 માં ઘરેલુ અને સામાન્ય વાયુ પ્રદૂષણના કારણે 15 વર્ષથી ઓછી ઉંમરના લગભગ છ લાખ બાળકોના મોત થયા જેમાં લગભગ 1,10,000 બાળકોના મોત એકલા ભારતમાં જ થયા છે. એટલુ જ નહિ દુનિયાના 20 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી 14 ભારતમાં છે.

આ પણ વાંચોઃ BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મઆ પણ વાંચોઃ BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના રિપોર્ટ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના રિપોર્ટ

ડબ્લ્યુએચઓએ સોમવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેનું શીર્ષક છે ‘વાયુ પ્રદૂષણ તેમજ બાળ આરોગ્યઃ સાફ હવાનો નુસ્ખો', જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારત સહિત નિમ્ન અને મધ્યમ આયુ વર્ગવાળા દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 98 ટકા બાળકો 2016માં અતિસૂક્ષ્મ કણ (પીએમ) થી ઉત્પનન્ન વાયુ પ્રદૂષણનો શિકાર થયા છે કે જે એક ચિંતાજનક વિષય છે.

ભારતમાં પ્રદૂષણ સતત વધવુ જોખમરૂપ

ભારતમાં પ્રદૂષણ સતત વધવુ જોખમરૂપ

રિપોર્ટમાં સ્પષ્ટ છે કે વધતુ પ્રદૂષણ ભારતને ઘણુ નુકશાન પહોંચાડી રહ્યુ છે, નાઈટ્રોજન ઓક્સાઈડ ઉત્સર્જનના વિશ્વના ત્રણ સૌથી હૉટસ્પોટ ભારતમાં છે અને તેમાંથી એક દિલ્લી-એનસીઆરમાં છે.

નાસાએ શેર કર્યો ભયાનક ફોટો

નાસાએ શેર કર્યો ભયાનક ફોટો

આ રિપોર્ટ પહેલા અંતરિક્ષ એજન્સી નાસાએ પણ ભારતમાં વધતા પ્રદૂષણની એક સેટેલાઈટ ઈમેજ શેર કરી હતી કે જે પ્રદૂષણના ભયાનક સ્તરને બતાવી રહી છે. નાસા દ્વારા શેર કરવામાં આવેલ લાલ-લાલ ડૉટથી ભરેલ ફોટો જોખમ સામે ઈશારો કરી રહ્યો છે. ફોટો બતાવી રહ્યો છે કે સમગ્ર પંજાબના ખેતરોમાં આગ લાગેલી છે કારણકે પંજાબ-હરિયાણાના ખેડૂતો અહીં મોટાપાયે પરાલી બાળી રહ્યા છે.

10 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ

10 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ

દિલ્લીમાં વધતા પ્રદૂષણ અને અહીંની વાયુ ગુણવત્તા સતત ખરાબ થવાના કારણે સુપ્રીમ કોર્ટ પણ સોમવારે દેશની રાજધાની ક્ષેત્રમાં પેટ્રોલના 15 વર્ષ જૂના અને ડીઝલના 10 વર્ષ જૂના વાહનોના પરિવહન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચોઃ પહેલા સીબીઆઈને એક કરે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરે પીએમ મોદીઃ વાઘેલાઆ પણ વાંચોઃ પહેલા સીબીઆઈને એક કરે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરે પીએમ મોદીઃ વાઘેલા

English summary
over 1 lakh children under five died due toxic air 2016 who study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X