For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાક્ષી મહારાજના ગઢમાંથી મળ્યા 100 જેટલા હાડપિંજર

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ, 30 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી 60 કિમી દૂર પર સ્થિત છે નાનકડું શહેર ઉન્નાવ, જે હાલમાં રહસ્યમયી ખુલાસાઓથી લઇને ચર્ચાઓમાં છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજના ગઢ ઉન્નાવમાં એક નવું ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉન્નાવના પોલીસ લાઇન સ્થિત એક ઘરની અંદર 100થી વધારે માનવ હાડપિંજર મળી આવ્યા છે.

skeleton
આ તમામ હાડપિંજર એક બોરીમાં ભરીને મળ્યા છે. ઘરની અંદરથી માનવ કંકાલ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ હજી સુધી એ ખુલાસો નથી થઇ શક્યો કે આ હાજપિંજર પોલીસ લાઇનમાં કેવી રીતે આવ્યા અને કોના છે? પોલીસ મામલાની તપાસ કરવામાં લાગી ગઇ છે. પરંતુ કોઇ પણ અધિકારી આ મામલામાં કોઇપણ જવાબ આપવા માટે તૈયાર નથી.

આપને જણાવી દઇએ કે હાલમાં જ ઉન્નાવમાં ગંગા નદીથી યુવતીઓના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. ગંગા નદીના પરિયાર ઘાટ પર ઘણી લાશો તરતી મળી હતી. એ મૃતદેહોનો મામલો હજી શાંત નથી થઇ શક્યો કે આ હાડપિંજરનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગંભીરતા દર્શાવતા કેન્દ્રીય ગૃહંમંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. યૂપીના આઇજીએ પણ એસપી પાસે જાણકારી માગી છે.

જ્યારે સ્થાનીય લોકોનું કહેવું છે કે જે બંધ ઓરડામાંથી હાજપિંજરો મળી આવ્યા છે ત્યાં 2008માં પોસ્ટમોર્ટમ હાઉસ હતું. બાદમાં પોસ્ટમોર્ટમ હાઉસ અત્રેથી નવા જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જોકે આ ઓરડામાં અવશેષો એવાને એવા જ મૂકી દેવામાં આવ્યા. પોલીસ લાઇનમાં પ્રયોગથી બહાર થઇ ચૂકેલા આ વિસરા રૂમમાં પોસ્ટમોર્ટમ બાદ શરીરના અંગોને સુરક્ષિત રાખવામાં આવતા હતા.

English summary
Over 10 bags of human skeletons, said to contain remains of more than 100 persons, have been found in a room in the Unnao police lines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X