CAA-NRCના વિરોધમાં નસીરુદ્દીન શાહ સહિત 300 હસ્તીઓએ લખ્યો ઓપન લેટર
જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહ, ફિલ્મ નિર્માતા મીરા નાયર, ગાયક ટીએમ કૃષ્ણા, લેખત અમિતાવ ઘોષ, ઈતિહાસકાર રોમિલા થાપર સહિત 300થી વધુ ગણમાન્ય હસ્તીઓએ સીએએ અને એનઆરસીનો વિરોધ કરનારા છાત્રોને યોગ્ય ઠેરવતો એક ઓપન લેટર જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે સીએએ અને એનઆરસી ભારત માટે ખતરો છે.

‘અમે સીએએ અને એનઆરસી સામે પ્રદર્શન કરનારા સાથે'
ઈન્ડિયન કલ્ચરલ ફોરમમાં પ્રકાશિત થયેલા નિવેદનમાં આ હસ્તીઓએ કહ્યુ કે અમે સીએએ અને એનઆરસી સામે પ્રદર્શન કરનારા અને બોલનારા સાથે ઉભા છે, અમે ભારતીય બંધારણના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે તેમના સામૂહિક વિરોધને સલામ કરીએ છીએ. આ સમયની માંગ છે કે અમે આપણા સૈદ્ધાંતિક મૂલ્યોને જાળવી રાખવા માટે આ વિરોધમાં સાથે ઉભા રહીએ.

‘હાલમાં દેશમાં ભારતનો આત્મા જોખમમાં છે'
આ લોકોના લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે અત્યારે ભારતનો આત્મા જોખમમાં છે, આપણા લાખો ભારતીયોની જીવિકા અને નાગરિકતા જોખમમાં છે. એનઆરસી હેઠળ, જે કોઈ પણ પોતાની વંશાવલી(જે ઘણા પાસે છે પણ નહિ) સાબિત કરવામાં નિષ્ફળ રહેશે, તેમના નાગરિકતા જઈ શકે છે માટે અમે આના વિરોધમાં છીએ. આ નિવેદનમાં કહ્યુ છે કે એનઆરસી હેઠળ જેને પણ ગેરકાયદેસર કહેવામાં આવશે, તેને સીએએ હેઠળ નાગરિકતા આપી દેવામાં આવશે સિવાય મુસ્લિમોને.

‘ધર્મના આધારે લોકોમાં ભાગલા ન પાડી શકાય'
તમને જણાવી દઈએ કે નિવેદન પર હસ્તાક્ષર કરનારામાં લેખિકા અનિતા દેસાઈ, કિરણ દેસાઈ, અભિનેત્રી રત્ના પાઠક શાહ, જાવેદ જાફરી, નંદિતા દાસ, લિલેટ દુબે, સમાજશાસ્ત્રી આશીષ નંદી, કાર્યકર્તા સોહેલ હાશમી અને શબનમ હાશમી શામેલ છે. આ લોકોએ શ્રીલંકા, ચીન અને મ્યાનમાર જેવા પડોશી દેશોને સીએએથી બહાર રાખવા પર સવાલ ઉઠાવ્યા છે. આ લોકોનુ કહેવુ છે કે ધર્મના આધારે લોકતંત્રમાં ભાગલા ન પાડી શકાય, અમે આનો પૂરજોરમાં વિરોધ કરીએ છીએ.
આ પણ વાંચોઃ હેલિકોપ્ટર ક્રેશમાં દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટ સહિત 9ના નિધન