For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GDP દરમાં ગિરાવટને લઈ પી ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું

GDP દરમાં ગિરાવટને લઈ પી ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમે જીડીપીમાં ગિરાવટ માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું. જણાવી દઈએ કે દેશનો જીડીપી દર ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં ધીમો પડી 5 ટકા રહ્યો. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં જ જીડીપી દર 8 ટકા હતો. સરકારી આંકડાઓ મુજબ જીડીપી દર પહેલા ક્વાર્ટરમાં 5.8 ટકાથી ઘટી 5 ટકા પહોંચી ગયો છે. જે 6 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. કોર્ટ રૂમથી પી ચિદમ્બરમના બહાર નિકળવા પર જ્યારે સંવાદદાતાઓએ તેમને પૂ્યું કે તેમની સીબીઆઈ કસ્ટડી વિશે શું કહેવું છે તો પી ચિદમ્બરમે કહ્યું કે, 'પાંચ ટકા. શું તમે જાણો છો પાંચ ટકા કેમ છે?' તેમણે પાંચ આંગળીઓ દેખાડવા માટે પોતાનો હાથ પણ ઉઠાવ્યો. ત્યારે જ સીબીઆઈએ તેમને કસ્ટડીમાં લઈ લીધા. કોંગ્રેસે આનો વીડિયો ટ્વીટર પર શેર પણ કર્યો છે.

p chidambaram

અગાઉ પૂર્વ નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે પણ દેશની પડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાછલા ક્વાર્ટરમાં જીડીપીનું પાંચ ટકાએ આવવું દેખાડે છે કે અર્થવ્યવસ્થા એક ગંભીર મંદી તરફ જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસે તેજીથી વિકાસ દરની સંભાવના છે, પરંતુ મોદી રકારના કુપ્રબંધના કારણે મંદી આવી છે. તેમણે કહ્યું કે મૈન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ રેટ 0.6 ટકા પર લથડિયાં ખાઈ રહ્યો છે તે પરેશાન કરનાર છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આપણી અર્થવ્યવસ્થા હજુ સુધી નોટબંધી અને હડબડીમાં લાગૂ કરવામાં આવેલ જીએસટીથી બહાર નથી આવી શકી.

બીજી તરફ કોલસા, ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ અને રિફાઈનરી ઉત્પાદન ઘટવાથી આઠ બુનિયાદી ઉદ્યોગોનો વૃદ્ધિ દર જુલાઈમાં ઘટી 2.1 ટકા પર આવી ગયો છે. સોમવારે જાહેર સત્તાવાર આંકડાઓમાં આ જાણકારી આપવામાં આવી. જુલાઈ 2018માં બુનિયાદી ઉદ્યોગોનો વૃદ્ધિ દર 7.3 ટકા હતો. સત્તાવાર આંકડાઓ મુજબ મુખ્ય રૂપે કોલસો, ક્રૂડ તેલ, પ્રાકૃતિક ગેસ અને રિફાઈનરી ઉત્પાદનોનું ઉત્પાદન ઘટવાથી બુનિયાદી ઉદ્યોગોના વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. આ દરમિયાન ઈસ્પાત, સીમેન્ટ અને વિજળીના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ ધીમી રહી.

જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટ હવે ગુરુવારે સુનાવણી કરશે. ત્યાં સુધી યથાસ્થિતિ ચાલુ રહેશે. હાલ પી ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડીમાં 5 સપ્ટેમ્બર સુધી રહેશે. કોર્ટમાં જ્યારે સીબીઆઈ તરફથી દલિલ કરી રહેલ એસજી તુષાર મેહતાએ કહ્યું કે પી ચિદમ્બરમ જેલ જવા નથી માંગતા, પરંતુ કાનૂન પોતાનું કામ કરશે.

<strong>માર્કેટમાં કડાકોઃ સેંસેક્સ 770 અંક જ્યારે નિફ્ટી 225 અંક ગગડ્યો</strong>માર્કેટમાં કડાકોઃ સેંસેક્સ 770 અંક જ્યારે નિફ્ટી 225 અંક ગગડ્યો

English summary
p chidambaram mocks modi sarkar with this answer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X