For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલા અઝર પર રિસર્ચ કરનાર પદ્મશ્રી ડૉક્ટર મોહન મિશ્રાનું 83 વર્ષની વયે નિધન

કાલા અઝર પર રિસર્ચ કરનાર પદ્મશ્રી ડૉક્ટર મોહન મિશ્રાનું 83 વર્ષની વયે નિધન

|
Google Oneindia Gujarati News

બિહારના પ્રસિદ્ધ ચિકિત્સક 83 વર્ષીય પદ્મશ્રી ડૉ. મોહન મિશ્રાને ગુરુવારે રાત્રે હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેમણે પટનાના લહેરિયાસરાયના બંગાલી ટોલા સ્થિત આવાસ પર અંતિમ શ્વાસ લીધા. મૂળ રૂપે તેઓ મધુબની જિલ્લાના કોઈલખ ગામના રહેવાસી હતા. તેમના નિધન બાદ મોડી રાતે જ પાર્થિવ શરીરના ગામ લઈ જવામાં આવ્યો. જ્યાં આજે એટલે કે શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ડૉ મિશ્રા ડીએમસીએચના મેડિસિન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. વર્ષ 1995માં ત્યાંથી તેઓ સેવનિવૃત્ત થયા હતા. પરિજનોએ જણાવ્યું કે પાછલા ત્રણ દિવસથી તેઓ બિહાર હતા. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

mohan mishra

કાલા અઝર પર શોધ માટે 2014માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડૉ મિશ્રાએ બ્રાહ્મીના છોડવાથી ડિમેંશિયા એટલે કે ભૂલવાની બીમારીની દવા પણ શોધી હતી. તેમના આ રિસર્ચને બ્રિટિશ જર્નલમાં પણ જગ્યા આપવામાં આવી હતી. તેમણે આ શોધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં પણ રજિસ્ટર કરાવી હતી. સેવાનિવૃત્તિ બાદ તેઓ પોતાના આવાસ પર જ દર્દીઓનો ઈલાજ કરતા હતા. તેમના નિધનથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઈ છે.

ભારત એક ખોજ-તમસના મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધનભારત એક ખોજ-તમસના મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન

કાલા અઝર શું છે?

ઉલ્લેખનીય છે કે કાલા અઝર એક દેશી રોગ છે. ભારતમાં આ રોગ લેશ્મેનીયા ડોનોવેની નામના એકમાત્ર પરોપજીવીથી થાય છે. કાલા અઝરના લક્ષણોમાં સતત તાવ આવવો, વચ્ચે વચ્ચે તાવમાં બમણો વધારો થવો, ભૂખ મરીજવી, શરીર ફીક્કું પડે, વજન ઘટે, શરીર સતત સૂકાતું જાય, નબળાઈ આવવી, બરોળ ઝડપથી મોટી થવી, ચામડી સૂકી પડી જવી, અમુક દર્દીઓને વાળ પણ જતા રહે, ગૌર વર્ણના લોકોના હાથ, પગ, પેઢુ અને ચહેરાની ચામડીની રાખોડી રંગની થાય છે.

English summary
Padma Shri Dr Mohan Mishra, researcher on Kala Azhar, dies at 83
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X