પદ્માવત: SCમાં ગુજરાત સહતિ 4 રાજ્યો સામે અવગણનાની અરજી

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની સૌથી વધુ વિવાદિત અને ચર્ચાસ્પદ ફિલ્મ 'પદ્માવત' ફિલ્મ રિલીઝ તો થઇ ગઇ છે, પરંતુ એની સથે જોડાયેલ વિવાદ શાંત પડવાની જગ્યાએ વધતો જ જાય છે. ફિલ્મની રિલીઝને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી આપવામાં આવી હોવા છતાં કરણી સેના અને હિંદુ સંગઠન દેશના અલગ-અલગ વિસ્તારોમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દેશના ચાર રાજ્યો હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત તથા કરણી સેનાના ત્રણ સભ્યો સામે અવગણનાની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે, આ ચારેય રાજ્યો કાયદો અને વ્યવસ્થા સાચવવાની પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સાબિત થયા છે.

padmaavat row

ગુજરાત સહિત 4 રાજ્યો વિરુદ્ધ અરજી

સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી કોંગ્રેસના નેતા તહસીન પૂનાવાલી તરફથી દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવા માટે તથા રિલીઝ દરમિયાન રાજ્યોને કાયદા અને વ્યવસ્થા કાયમ રાખવા માટે આદેશ આપ્યો હતો. આમ છતાં, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફિલ્મના વિરોધમાં સતત હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ચારેય રાજ્યો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. આથી આ રાજ્યો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવગણનાનો કેસ ચલાવવામાં આવે.

padmaavat

લોકેન્દ્ર સિંહ કાલવી વિરુદ્ધ અરજી

આ મામલે બીજી અરજી વિનીત ઢાંડાએ દાખલ કરી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો અને આમ છતાં કરણી સેના સતત ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહી છે. અરજીકર્તાએ કરણી સેનાના ત્રણે નેતાઓ લોકેન્દ્ર સિંહ કાલવી, સૂરજપાલ અને કર્ણ સિંહ વિરુદ્ધ કોર્ટની અવગણનાનો કેસ દાખલ કર્યો હતો. આ બંને અરજીઓ પર સોમવારે સુનવણી કરવામાં આવશે.

English summary
Padmavat: Contempt petition filed against four states and three members of Karni Sena in Supreme Court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.