Pahalgam Terror Attack : પહેલગામ હુમલાનો જવાબ આપવા સેના આઝાદ, જાણો શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ?
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ઘાતકી આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા કડક કાર્યવાહી માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતીય સશસ્ત્ર દળોને જવાબી કાર્યવાહી માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસ સ્થાને લગભગ દોઢ કલાક ચાલેલી બેઠકમાં દેશના ટોપ સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, આ સેનાઓને પોતાનું નક્કો કરેલો સમય, રીત અને ટાર્ગેટ પસંદ કરવાની સંપૂર્ણ છૂટ છે. આતંકવાદ સામેનો સંકલ્પ અમારૂ રાષ્ટ્રિય કર્તવ્ય છે.
સૂત્રો અનુસાર, પીએમ મોદીએ દેશની સેનાની વ્યાવસાયિક ક્ષમતા અને વ્યૂહાત્મક નિર્ણય લેવાની તાકાત પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભારતના અગાઉના જવાબી પગલા
ભારતનો આતંક સામેનો રણનીતિક અભિગમ નવો નથી. અગાઉ પણ દેશે કડક પગલાં ભર્યા છે.
- 2016 - ઉરી હુમલો : ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
- 2019 - પુલવામા હુમલો : એરફોર્સ દ્વારા બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી અને આતંકવાદી કેમ્પ નષ્ટ કર્યા.
પહેલગામ હુમલા બાદના ભારતના પગલા
પહલગામ હુમલા બાદ પીએમ મોદીએ જણાવ્યું કે, આ હુમલાનું બદલો એવો લેવાશે કે જે આતંકીઓની કલ્પનાની બહાર હશે. ભારતે પાકિસ્તાન સામે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
- સિંધુ જળ સંધિ નિલંબિત
- દ્વિપક્ષીય વેપાર સ્થગિત
- રાજનૈતિક સ્ટાફમાં ઘટાડો
આ બધાં પગલાં આંદોલનકારક અને વ્યૂહાત્મક સ્તરે પાકિસ્તાન પર દબાણ વધારવાના છે.
હુમલાની ટાઈમલાઇન
- 22 એપ્રિલ 2025 : પહલગામમાં આતંકી હુમલો, 26 પ્રવાસીઓના મોત
- 23-25 એપ્રિલ : પાકિસ્તાનને જવાબદાર ઠેરવતા ડિપ્લોમેટિક સ્ટેપ્સ
- 26 એપ્રિલ : સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય
- 29 એપ્રિલ : ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક
- 30 એપ્રિલ : સેનાને ફ્રી હેન્ડ આપવાનો પીએમનો નિર્ણય
અહેવાલો અનુસાર, ભારત હવે કૂટનૈતિક, વ્યૂહાત્મક અને લશ્કરી સ્તરે મળીને જવાબ આપવાની તૈયારીમાં છે. ઓપરેશનલ ફ્રી હેન્ડની નીતિથી સાબિત થાય છે કે ભારત કોઈ પણ સમયે કોઈ પણ રીતે અને કોઈ પણ સ્થળે મોટી કાર્યવાહી માટે તૈયાર છે.












Click it and Unblock the Notifications
