Pahalgam Terror Attack : પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા હવે ભારત પાસે કયા રસ્તા?
Pahalgam Terror Attack : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોના જીવ ગયા છે. આ ઘટનાથી દેશમાં ભારે રોષની લાગણી છે.
આ ઘટનાનો જવાબ આપતા ભારત સરકારે સિંધુ જળ સંધિ રદ કરી અને પાકિસ્તાન વિરુદ્ધ કેટલાક કડક પગલાં લીધા છે.
જવાબમાં પાકિસ્તાને 24 એપ્રિલે પોતાના હવાઇ અવકાશને ભારત માટે બંધ કરી દીધો છે. આ નિર્ણયની સીધો અસર ભારતીય તથા અન્ય આંતરરાષ્ટ્રીય ઉડાનો પર થઈ છે.

ખાસ કરીને ઇન્ડિગો જેવી એરલાઇન્સની કેટલાક આંતરરાષ્ટ્રીય માર્ગો પરની ફ્લાઇટો વિલંબિત અથવા રદ થઈ છે. ઇન્ડિગોએ આ અંગે નિવેદન આપ્યું છે કે તે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને યાત્રીઓને વેબસાઇટ કે કસ્ટમર કેરથી સંપર્કમાં રહેવા અપીલ કરી છે.
પાકિસ્તાનનું એર સ્પેસ ઘણા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રૂટ્સ માટે મહત્વપૂર્ણ છે. તેનું બંધ થવું એ માત્ર ભારત માટે નહીં પણ સમગ્ર દક્ષિણ એશિયા માટે પડકારરૂપ બની શકે છે. ખાસ કરીને યુરોપ અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયાની દિશામાં જતી ફ્લાઇટસ માટે નવા વિકલ્પો શોધવાની જરૂર ઉભી થઈ છે.
ભારત માટે રસ્તા
- દક્ષિણ માર્ગથી ફ્લાઇટ રીરૂટિંગ : ભારતીય ફ્લાઇટ્સ હવે અરબ સાગર, ઓમાન કે યુએઈની દિશામાં જઈ શકે છે. આ માર્ગ સુરક્ષિત છે પરંતુ ઉડાનનો સમય અને ખર્ચ વધે છે.
- ઈરાન અને મધ્ય એશિયાઈ રૂટ : ભારત ઈરાન, તુર્કમેનિસ્તાન અને કઝાખિસ્તાનના ઉપરથી યુરોપ તરફ ફ્લાઇટ મોકલી શકે છે. જો કે, આ માટે યોગ્ય મંજૂરી લેવી પડશે અને ખર્ચ વધુ રહેશે.
- ઉઝબેકિસ્તાન-તાજિકિસ્તાન જેવા વિકલ્પો : કેટલાક માર્ગો તાજિકિસ્તાન કે ઉઝબેકિસ્તાન તરફથી પણ લેવાઈ શકે છે.
- આ રીરૂટિંગના કારણે ફ્યુઅલ ખર્ચ વધશે અને પ્રવાસનો સમય પણ લંબાશે. આનાથી ટિકિટ કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. વિમાની ઉદ્યોગ માટે આ સ્થિતિ નક્કી જ પડકારરૂપ છે.












Click it and Unblock the Notifications
