ભારતને હળવાશથી ના લે પાકિસ્તાનઃ પ્રણવ મુખર્જી

pranab
નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ આજે 64માં ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરી દેશની જનતાને શુભકામનાઓ આપી. આ પહેલા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર દેશના નામે પોતાના પહેલાં સંબોધનમાં રાષ્ટ્રપતિ પ્રણવ દાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે ભારત હંમેશા શાંતિનું પ્રચારક રહ્યું છે. જો ભારત તેના તરફ મિત્રતાનો હાથ વધારવા તૈયાર છે, તો તેને તેની નબળાઇ માનવામાં ના આવે અને તેને હળવાશમાં પણ લેવામાં ના આવે. દેશના પ્રથમ પુરુષ પ્રણવ દાએ હાલના દિવસોમાં ભારત-પાક સીમા પર ચાલી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કહ્યું કે, પાકિસ્તાન તરફથી જે કૃત્ય કરવામાં આવ્યુ તે ખોટું હતું.

બીજી તરફ દિલ્હી ગેંગરેપ બાદ દેશમાં થયેલી બબાલ અને યુવા શક્તિના રોષ પર પ્રણવ દાએ કહ્યું કે અમારા દેશના યુવા ક્ષુબ્દ છે. તેનો દોષ તેમને આપી શકાય નહીં, જો યુવા કોઇ ઘટનાને લઇને આક્રોષિત થાય છે તો તેના માટે તેઓ નહીં પરંતુ અમારું પ્રશાસન જવાબદાર છે. યુવાઓના ગુસ્સા અને રોષને અનુભવતા રાષ્ટ્રપતિએ આખી સત્તા પ્રતિષ્ઠાનને માત્ર ચેતવણી ના આપી પરંતુ તમામ ઘટનાઓનો હવાલો આપતા પ્રશ્ન ઉભો કર્યો કે જો આજે આપણા યુવાનો ગુસ્સામાં છે તો શું તેના માટે યુવાનોનો દોષ છે.

પોતાના પહેલા સંબોધનમાં પ્રણવ દાએ આર્થિક સુધારાઓના રથ પર સવાર મનમોહન સરકારને નૈતિકતાના પાઠ ભણાવતા વિકાસની નવી દિશા નક્કી કરવાની સલાહ આપી છે. તેમણે સરકારને સલાહ આપતા કહ્યું કે દેશને પોતાની નૈતિક દિશા ફરીથી નિર્ધારિત કરવાનો સમય આવી ગયો છે. લોકોને શાસનમાં વિશ્વાસ થવો જોઇએ. તેમણે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાની સલાહ આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X