For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર વર્ષના ભારતીય બાળકની કસ્ટડી અંગે પાકિસ્તાનની કડકાઇ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓગસ્ટ : ભારત પાકિસ્તાનના સંબંધો હંમેશા ખટાશભર્યા રહેલા છે. આ સંબંધોને સુધારવા માટે અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે સ્થિતિ ટસથી મસ થઇ નથી. સંબંધો સુધરવાને બદલે વણસ્યાં છે. હવે ભારત પાકિસ્તાનના ડખામાં 4 વર્ષની બાળકી ફસાઇ ગઇ છે.

વાસ્તવમાં પાકિસ્તાનમાં જન્મેલી ગેમારિયાહની ઉંમર હાલ 4 વર્ષની છે. તે બિલકુલ અનાથ થઇ ચૂકી છે. આથી ચાર વર્ષની અનાથ બાળકીની ફોઇ શાઝિયા નાઝે દિલ્હી હાઇકોર્ટને અપીલ કરી છે કે બાળકીનો અધિકાર તેને સોંપવામાં આવે. જો કે કોર્ટે કહ્યું છે કે આ કેસનો નિકાલ પાકિસ્તાનની કોર્ટમાં જ કરી શકાય એમ છે.

pakistan-flag

આપને જણાવી દઇએ કે ગેમારિયાહ જ્યારે બે વર્ષની હતી ત્યારે જ પાકિસ્તાનમાં તેના પિતાનું નિધન થઇ ગયું હતું. પતિના મોત બાદ મા અને દીકરી 13 જૂન, 2012ના રોજ કાશ્મીર આવી ગયા હતા. જ્યાં એક માર્ગ અકસ્માતમાં માતાનું પણ નિધન થયું હતું. ઘાયલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી બાળકી સાજી થયા બાદ ક્યાં ગઇ તેનો વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ લાહોરમાં રહેનારી તેની ફોઇએ દિલ્હી હાઇકોર્ટમાં તેનો કબજો મેળવવા માટે અરજી કરી હતી.

આ દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાળકી તેના મામા-મામી સાથે કાશ્મીરના અવંતીપુર વિસ્તારમાં રહે છે.

English summary
Pakistan court, High Commission to decide 4 year old Indian kids custody issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X