પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર LOC ના 300 મીટર જેટલું નજીક આવ્યું: સેના

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન ઘ્વારા વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને જમ્મુ અને કાશ્મીરમાં સીમાથી નજીક આવેલા નાગરિક જિલ્લાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. તેમાં જ કેટલા સૂત્ર ઘ્વારા જાણવા મળ્યું કે પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર એલઓસી થી લગભગ 300 મીટર જેટલું આવીને પાછું ચાલ્યું ગયું હતું. પૂંછ સીમા પાસે થયેલી આ ઘટના બુધવારે 9.45 થી 10 વાગ્યાની વચ્ચે થયી હતી.

pakistan

સેના સૂત્ર મુજબ પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર પીઓકે ના પાલંદરમાં જોવા મળ્યું હતું. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગોળીબારી વિશે ખબર મળી નથી. પાકિસ્તાન સેના હેલીકૉપટર ની તસ્વીર પણ સામે આવી છે. આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન વારંવાર સામે પારથી ગાળીબારી કરી રહ્યું છે. પરંતુ ભારતીય સૈનિકો પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતીય સેનાની ફાયરિંગમાં પાકિસ્તાનના ઘણા વિસ્તારોને ખુબ જ નુકશાન થયું છે.

મંગળવારે પાકિસ્તાનની ગોળીબારીમાં આરએસ પુરા સેક્ટર 15 વર્ષના એક છોકરા સાથે એક બીજા પણ સામાન્ય વ્યક્તિની મૌત થયી હતી. પૂંછની ક્રિષ્નાઘાટી માં એક ભારતીય જવાન પણ શહીદ થયો છે. ત્યાં જ સુચેતગઢ માં પાકિસ્તાની ગોળીબારીમાં એક બીએસએફ જવાન પણ ઘાયલ થયો છે. આપણે જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન સીમા પર વધી ગયેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુમાં નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થા બંધ કરાવી દેવામાં આવી છે.

English summary
Pakistan military helicopter which came up 300 metres the loc near poonch but then returned.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.