For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકળાયેલા પાકિસ્તાને એકવાર ફરીથી SCOમાં તોડ્યો નિયમ

પાકિસ્તાન પોતાની હરકતો છોડી નથી રહ્યુ. એક વાર ફરીથી પાકિસ્તાને કૂટનીતિક નિયમોનુ પાલન કરવાનો ઈનકાર કરી દીધો.

|
Google Oneindia Gujarati News

જે રીતે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવાયા બાદ પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દાને ઉઠાવી રહ્યુ છે અને દરેક જગ્યાએ તેને શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડી રહ્યુ છે તેમછતાં પાકિસ્તાન પોતાની હરકતો છોડી નથી રહ્યુ. એક વાર ફરીથી પાકિસ્તાને કૂટનીતિક નિયમોનુ પાલન કરવાનો ઈનકાર કરી દીધો. વાસ્તવમાં રશિયામાં શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઈઝેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પાક દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં પાકિસ્તાને ભારતને આમંત્રણ આપ્યુ નહોતુ.

સેના તરફથી જારી કરવામાં આવ્યુ નિવેદન

સેના તરફથી જારી કરવામાં આવ્યુ નિવેદન

ભારતીય સેના તરફથી જારી કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એસસીઓના કાર્યક્રમમાં આજે પાકિસ્તાનના સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો હતો પરંતુ વર્તમાન રાજદ્વારી નિયમોનુ ઉલ્લંઘન અને એસસીઓના નિયમોનુ ઉલ્લંઘન કરીને પાકિસ્તાને ભારતીય દળને આમાં નિમંત્રણ ન મોકલ્યુ. કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના કારણે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર દરેક જગ્યાએ ઉંધા માથે ખાવી પડી છે. અકળામણમાં પાકે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકા જવા માટે પોતાના એરસ્પેસથી ઉડાન ભરવાની પરવાનગી આપવાનો ઈનકાર દીધો.

ચારે બાજુથી અળગુ પડ્યુ પાકિસ્તાન

ચારે બાજુથી અળગુ પડ્યુ પાકિસ્તાન

આ મહિનામાં પાકિસ્તાનના રાજદ્વારીઓને યુએનએચઆરસીમાં પણ શરમમાં મૂકાવુ પડ્યુ હતુ. યુએનએચઆરસીમાં યુએનના સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટારેસે ભારત પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે કાશ્મીરના મુદ્દાને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલે. એટલુ જ નહિ ઈસ્લામિક દેશોએ પણ કાશ્મીર મુદ્દા પાકનુ સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો છે. એટલુ જ નહિ યુએઈએ પીએમ મોદીને સર્વોચ્ચ સિવિલિયન સમ્માનથી પણ સમ્માનિત કર્યા હતા.

આ પણ વાંચોઃ Video: ભાજપ નેતાએ પોતાની પત્ની અને પૂર્વ મેયરને જાહેરમાં માર્યો તમાચોઆ પણ વાંચોઃ Video: ભાજપ નેતાએ પોતાની પત્ની અને પૂર્વ મેયરને જાહેરમાં માર્યો તમાચો

પીએમ મોદીને સર્વોચ્ચ સમ્માન

પીએમ મોદીને સર્વોચ્ચ સમ્માન

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન સતત ભારત વિરોધી નિવેદનબાજી કરી રહ્યુ છે તેમછતાં યુએઈએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સિવિલિયન સમ્માનથી સમ્માનિત કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે એસસીઓની રચના 2001માં થઈ હતી કે જે ઘણા રાજ્યોની સરકારોનુ સંગઠન છે. આ સંગઠનના સભ્ય પરસ્પર સંબંધોને સારા કરવા, રાજકીય સહયોગ, વેપાર, અર્થવ્યવસ્થા, શોધ, ટેકનિક, સંસ્કૃતિ, શિક્ષણ, ઉર્જા, ટ્રાન્પોર્ટ, પર્યટન વગેરેને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.

English summary
Pakistan once again shows its desperation breaks diplomatic norms in SCO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X