For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INS સિંધુરક્ષક પાકિસ્તાન સાથે લડવાની તૈયારીમાં હતું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 ઓગસ્ટ : ભારતીય નૌસેનાની સબમરીન સિંધુરક્ષકમાં ધડાકા બાદ લાગેલી આગને કારણે તેમાં રહેલા તમામ 18 જવાનોના મોતનો ભય સતાવી રહ્યો છે. આજે સેનાએ તેમાંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે ત્યારે સબમરીનમાં વિસ્ફોટ પાછળ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નૌસેનાના જાણકારોના જણાવ્યા અનુસાર આઇએનએસ સિંધુરક્ષકને પાકિસ્તાનની વિરુદ્ધ ડુબકી મારી તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. તેને ટોરપીડોસ અને ક્રુઝ મિસાઇલોથી સજ્જ કરવામાં આવી હતી. આમ કરવાનું કારણ પાકિસ્તાન સામે ગમે તે સમયે તેને ઉપયોગમાં લેવાનું આયોજન હતું.

જાણકારો કહે છે કે સિંધુરક્ષક પર વિસ્ફોટ રોકવાની પુરતી વ્યવસ્થા હતી. આ કારણે તેમાં વિસ્ફોટ થવો એ કોઇનું ષડયંત્ર હોવાનો ખુલ્લો સંકેત આપે છે. સિંધુરક્ષકનો નાશ ભારત માટે મોટી ખોટ સાબિત થશે.

ins-sindhurakshak

ઉલ્લેખનીય છે કે આજે નૌસેનાએ સબમરીનમાં ફસાયેલા જવાનોના નામની યાદી જાહેર કરી હતી. તેમાં ફસાયેલા ત્રણ અધિકારીઓ લેફ્ટિનન્ટ કમાન્ડર નિખિલ પાલ, આલોક કુમાર અને આર વેંકિટરાજના નામ બતાવ્યા હતા. આ ઉપરાંત પનડુબ્બીમાં ફસાયેલા વધેલા નાવિકોના નામ સંજીવ કુમાર, કે સી ઉપાધ્યાય, તિમાથી સિન્હા, કેવલ સિંહ, સુનીલ કુમાર દસારી પ્રસાદ, લીજૂ લોરેંસ, રાજેશ ટૂટિકા, અમિત કે સિંહ, અતુલ શર્મા, વિકાસ ઇ નરોત્તમ દેઉરી, મલય હલદાર, વિષ્ણુ વી અને સીતારામ બદાપલ્લી બતાવવામાં આવ્યા છે.

મુંબઇના નેવલ ડોકયાર્ડમાં ઉભી રાખવામાં આવેલી સબમરીનમાં બુધવારે રાત્રે ધમાકો થયા બાદ આગ લાગી હતી. જેના કારણે તે ડૂબી ગઇ હતી.

English summary
Pakistan's conspiracy behind INS Sindhurakshak blast?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X