For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે પાકિસ્તાનનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યું, અંદર જઈને માર્યું

પુલવામાં હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જોરદાર એર સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જોરદાર એર સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા હતા. હવે ખબર આવી રહી છે કે પાકિસ્તાની એરફોર્સના વિમાન ભારતીય સીમમાં ઘુસી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રો ઘ્વારા જે જાણકારી મળી રહી છે તેના અનુસાર ભારતે પાકિસ્તાની વિમાનોને ત્યાંથી ભગાડી દીધા છે. ત્યારપછી ભારતીય વાયુસેના ઘ્વારા તેનો જડબાતોડ જવાબ આપતા બંને વિમાનોને પહેલા ભારતીય સીમાની બહાર કાઢી મુક્યા અને ત્યારપછી પાકિસ્તાનનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યુ. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની વિસ્તારમાં 3 કિલોમીટર અંદર જઈને તેમનું વિમાન તોડી પાડ્યું છે.

Pakistan

ભારતીય સીમમાં બે પાકિસ્તાની લડાકુ વિમાન એફ-16 ઘુસ્યા

આપને જણાવી દઈએ કે આજે સવારે પાકિસ્તની લડાકુ વિમાન એફ-16 ભારતીય સીમમાં ઘુસી આવ્યા. તેને ભારતીય વાયુસેનાએ તત્કાલ એર પેટ્રોલિંગ ઘ્વારા ભગાવી દીધું. ભાગતા સમયે પાકિસ્તાની વિમાને ભારતીય સીમમાં બૉમ્બ પણ ફેંક્યા. પરંતુ તેનાથી કોઈને પણ નુકશાન થયાની ખબર નથી. ત્યારપછી ભારતીય વાયુસેનાએ ભારતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની વિસ્તારમાં 3 કિલોમીટર અંદર જઈને તેમનું વિમાન તોડી પાડ્યું છે. ખબર છે કે પાકિસ્તાની વિમાન એફ-16 પાસે એક પેરાશૂટ પણ જોવા મળ્યું.

જમ્મુ કાશ્મીરમાં સીમા પાર કરી અને એક ભારતીય ફાઈટર જેટને તોડી પાડ્યું. તેની સાથે સાથે તેઓ એક ભારતીય પાયલોટને અરેસ્ટ કરવાનો પણ દાવો કરી રહી છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાન ઘ્વારા એર સ્ટ્રાઇક કર્યા પછી જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી રહી છે. ભારતીય સેના પણ બિલકુલ હાઈ એલર્ટ પર છે. દિલ્હી, મુંબઈ સહીત ઘણા શહેરોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એર સ્ટ્રાઈકઃ માત્ર 7 જણને ખબર હતી કે એરફોર્સ અડધી રાતે પાકિસ્તાનમાં શું કરશે

English summary
Pakistan's fighter plane crosses indian border in Nowshera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X