• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એર સ્ટ્રાઈકઃ માત્ર 7 જણને ખબર હતી કે એરફોર્સ અડધી રાતે પાકિસ્તાનમાં શું કરશે

|

26 ફેબ્રુઆરીએ સવારે 3.40 વાગ્યાથી 3.53 મિનિટ સુધી પાકિસ્તાનના બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સે હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પોને નષ્ટ કરવામાં આવ્યા અને લગભગ 350 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. આ એ આતંકી હતા જે ભારતમાં મોટાપાયે સુસાઈડ એટેકનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ હવાઈ હુમલા સાથે ભારતે 14 ફેબ્રુઆરીના પુલવામામાં સીઆરપીએએફ કાફલા પર થયેલા આતંકી હુમલાનો બદલો પણ લઈ લીધો. પરંતુ ભારત આવુ કંઈક કરશે તેના વિશે માત્ર સાત જણને ખબર હતી અને આ સાત લોકો દરેક પળ આ ઑપરેશન પર નજર રાખી રહ્યા હતા. ઈન્ટેલીજન્સ અધિકારીઓની માનીઓ તો બાલાકોટના મરકજ અને માનશેરા સ્થિત જૈશના આતંકી કેમ્પો પર થયેલા આ હુમલામાં 325 આતંકી અને તેમની ભરતી કરનારા શામેલ હતા.

આગલા દિવસથી શરૂ થઈ પ્લાનિંગ પર ચર્ચા

આગલા દિવસથી શરૂ થઈ પ્લાનિંગ પર ચર્ચા

હુમલા પર ચર્ચા પુલવામા આતંકી હુમલાના આગલા દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ જ શરૂ થઈ ગઈ હતી. ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સે ઘણા સીનિયર ઈન્ટેલીજન્સ અધિકારીઓના હવાલાથી લખ્યુ છે કે ઘણા રાઉન્ડ સુધી બેઠક ચાલી. આમાં હુમલાની બધુ પ્લાનિંગ થયુ. આ બેઠકમાં જ નક્કી થઈ ગયુ કે ભારત, પુલવામા આતંકી હુમલાનો જવાબ આપશે. સૂત્રો મુજબ 14 ફેબ્રુઆરીના રોજ ઈન્ટેલીજન્સ એજન્સી રૉને આ જવાબદારી આપવામાં આવી કે તે પાકિસ્તાનમાં જૈશના કેમ્પોની ઓળખ કરે. રૉએ જૈશના છ ટાર્ગેટ્સ વિશે જણાવ્યુ જેમાં બાલાકોટનું નામ સૌથી ઉપર હતુ. બાલાકોટ જૈશનો સૌથી જૂનો ટ્રેનિંગ કેમ્પ છે. આ કેમ્પને જૈશના પ્રમુખ મસૂદ અઝહરનો સાળો યુસૂફ અઝહર ચલાવી રહ્યો હતો.

18 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ આપી મંજૂરી

18 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ આપી મંજૂરી

સૂત્રો મુજબ બાલાકોટ, ભારતના સંભવિત ટાર્ગેટમાં ટૉપ પર હતુ. અહીં એક હુમલો જૈશને કડક સંદેશ આપવા માટે પૂરતો હતો. 18 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એર સ્ટ્રાઈકની મંજૂરી આપી. ઈન્ટેલીજન્સ અધિકારીઓની માનીએ તો માત્ર સાત લોકોને હુમલાની જાણકારી હતી. આ સાત લોકો હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) અજિત ડોભાલ, ત્રણ સેનાઓના પ્રમુખ, રૉ અને ઈન્ટેલીજન્સ બ્યુરોના પ્રમુખ. 22 ફેબ્રુઆરીથી ઈન્ડિયન એરફોર્સના ફાઈટર જેટ્સે અલગ અલગ એરબેઝથી રાતે સૉર્ટીઝ શરૂ કરી જેથી પાકિસ્તાનને કન્ફ્યુઝ કરી શકાય.

25 ફેબ્રુઆરીની સાંજે હુમલા પર નિર્ણય

25 ફેબ્રુઆરીની સાંજે હુમલા પર નિર્ણય

25 ફેબ્રુઆરીના રોજ ઈન્ટેલીજન્સ ઈનપુટ્સથી માલુમ પડ્યુ કે મોટી સંખ્યામાં જૈશના આતંકી બાલાકોટ કેમ્પમાં હાજર છે. આ આતંકીઓની સંખ્યા 300થી 350 જણાવવામાં આવી. આ સાંજે એ વાત પર નિર્ણય લેવામાં આવ્યો કે હુમલો ત્વરિત કરવાનો રહેશે. પીએમ મોદીને મોડી સાંજે જાણકારી મળી કે આગામી અમુક કલાકોમાં હુમલો થઈ શકે છે. પીએમ મોદી આખી રાત જાગી રહ્યા હતા અને તેમની સાથે એનએસએ ડોવાલ, સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલા લાંબા અને વાયુસેના પ્રમુખ એર માર્શલ બીએસ ધનોઆ પણ જાગતા હતા. આ બધા હુમલા બાદ પાક તરફથી તરત જ જમીન કે પછી પાણીથી થતા હુમલાની સંભાવનાથી ઉભી થતી સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. લગભગ 11 મિરાજ ફાઈટર જેટ્સને હુમલા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા. ઑપરેશન માટે જેટ્સના ટેક ઑફથી ટચડાઉન કરવા સુધી ઑપરેશન સમય લગભગ અઢી કલાક સુધીનો હતો.

બધા જેટ્સે 1.30 વાગે કર્યુ ટેક ઑફ

બધા જેટ્સે 1.30 વાગે કર્યુ ટેક ઑફ

ફાઈટર જેટ્સે 26 ફેબ્રુઆરીની રાતે 1.30 વાગે ટેક ઑફ કર્યુ. મિરાજે ગ્વાલિયલ એરબેઝથી ઉડાન ભરી તો સુખોઈએ અલગ અલગ બેઝથી ટેક ઑફ કર્યુ. બધા જેટ્સે સુરક્ષિત રીતે પોતાની સીમામાં સવારે ચાર વાગે સફળ લેંડિંગ કર્યુ. ત્યારબાદ તરત જ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણને ઑપરેશન વિશે જણાવવામાં આવ્યુ. સુરક્ષા પર થયેલી કેબિનેટ બેઠકમાં આના વિશે બ્રીફ કરવામાં આવ્યુ. ભારત આ હુમલા બાદ સંપૂર્ણપણે એલર્ટ પર છે અને પીએમ મોદી અને તેમની સરકારને એ વાતનો અંદાજો છે કે જૈશ પ્રમુખ અઝહર જરૂર પ્રતિક્રિયા આપશે.

ફિદાયીન હુમલાના કોર્સ માટે આવ્યા હતા આતંકી

ફિદાયીન હુમલાના કોર્સ માટે આવ્યા હતા આતંકી

આ હુમલામાં જૈશના આતંકી મૌલાના યુસૂફ અઝહર ઉપરાંત મૌલાના જાવેદ, મૌલાના અબ્દુલ ગફૂર કાશ્મીરી, મૌલાના અસલમ, મૌલાના જુબેરનું મિસાઈલ હુમલામાં મોત નીપજ્યુ છે. આ બધા જેહાદી અને સુસાઈડ બોમ્બર્સના ટ્રેનર્સ હતા. એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે હુમલા સમયે જે ઈન્ટેલીજન્સ રિપોર્ટ મળ્યા હતા તે મુજબ 325 રિક્રૂટર્સ અને ટ્રેનર્સ ત્રણ આતંકી કોર્સ માટે અહીં હતા. આ કોર્સ હતા દૌરા એ આમ, દૌરા એ ખાસ અને દૌરા એ જરાર. પુલવામા હુમલા બાદ બાલાકોટામાં ટ્રેનિંગ માટે વધુ ફિદાયીન પહોંચ્યા હતા અને સોમવારે આનો કોર્સ શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાનને અમેરિકાએ પણ છોડ્યુ એકલુ કહ્યુ, 'આતંકવાદીઓ પર કાર્યવાહી કરો'

English summary
Air Strike: only seven people were aware from the plan of IAF's strike on Balakot in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more