કશ્મીરમાં હત્યાઓ પાછળ પાકિસ્તાનનો હાથ, નાના આતંકી સંગઠનો ઉભા કર્યા!
કાશ્મીરમાં થઈ રહેલી હત્યાઓ અંગે પાકિસ્તાનનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પોતાની સરકાર માટે કાશ્મીરમાં નવા નામો સાથે ઘણા આતંકવાદી સંગઠનો ઉભા કર્યા છે.
કાશ્મીરમાં થઈ રહેલી હત્યાઓ અંગે પાકિસ્તાનનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પોતાની સરકાર માટે કાશ્મીરમાં નવા નામો સાથે ઘણા આતંકવાદી સંગઠનો ઉભા કર્યા છે. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ-જમ્મુ એન્ડ કાશ્મીર (ULF JK) એ રવિવારે માર્યા ગયેલા બિહારના બે કામદારોની જવાબદારી લીધી હતી.

તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરના રોજ આતંકવાદીઓએ શ્રીનગરમાં આચાર્ય સુપિન્દર કૌર અને શિક્ષક દીપક ચંદની હત્યા કરી હતી. અગાઉ આ શિક્ષકોની હત્યાની જવાબદારી નવા આતંકવાદી સંગઠન ગિલાની ફોર્સ દ્વારા લેવામાં આવી હતી. જો કે, તે પહેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની નવી શાખા રેસિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હત્યાઓની જવાબદારી સ્વીકારી હતી. જમ્મુ -કાશ્મીર પોલીસની ઇન્ટેલ શાખા સાથે સંકળાયેલા એક વિશ્વસનીય સૂત્રનું કહેવું છે કે પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળવા માટે એક નવો ગેમ પ્લાન તૈયાર કર્યો છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મુહમ્મદ, જેના તાર પાકિસ્તાની આઈએસઆઈએ પોતાના હાથમાં રાખ્યા છે તેને હવે નવા આતંકીઓ સાથે જોડાઈને કાશ્મીરમાં નાના ગ્રુપ બનાવ્યા છે. આ ગ્રુપ સાથે જોડાયેલા આતંકવાદીઓને પિસ્તોલ કિલિંગનું કામ સોંપવામાં આવ્યું છે.
સૂત્રો મુજબ, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ-જમ્મુ એન્ડ કાશ્મીર પણ આ જ ષડયંત્રનો એક ભાગ છે. અનંતનાગ જિલ્લાના મિની બિહાર તરીકે ઓળખાતા વાણપોહ વિસ્તારમાં2 લોકોની હત્યા કરી યુએલએફ જેકે સંગઠને જારી કરેલા પત્રમાં પોતાને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા છે.
પત્રના છેલ્લા ભાગમાં ચેતવણી આપે છે કે બહારના લોકો અહીંથી નીકળી જાય, નહીં તો ભયંકર પરિણામોનો સામનો કરવા તૈયાર રહો. જો સુરક્ષા દળો સ્થાનિક લોકો પર અત્યાચાર બંધ નહીં કરે તો ULF JK રાજકારણીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસને નિશાન બનાવવામાં અચકાશે નહીં. જમ્મુ-કાશ્મીર બાબતોના સુરક્ષા નિષ્ણાત કેપ્ટન અનિલ ગૌર (નિવૃત્ત) કહે છે કે, પાકિસ્તાને હવે જે પગલું ભર્યુ છે તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કાશ્મીરમાં થતી હત્યાઓ તેની આંતરિક બાબત છે. પાકિસ્તાની ISI આવા નાના આતંકવાદી જૂથો દ્વારા હિન્દુ મુસ્લિમ બબાલ ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન અસરકારક રીતે પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશે કે તે આતંકથી દૂર છે.












Click it and Unblock the Notifications
