પાકિસ્તાને એલઓસી પર આખી રાત ફાયરિંગ કર્યું, 7 જવાનો ઘાયલ

ભારતીય વાયુસેના ઘ્વારા એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાન અંદરથી બળી રહ્યું છે. પાકિસ્તાન પોતાનો ગુસ્સો સીઝફાયર તોડીને કાઢી રહ્યું છે.

ભારતીય વાયુસેના ઘ્વારા એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાન અંદરથી બળી રહ્યું છે. પાકિસ્તાન પોતાનો ગુસ્સો સીઝફાયર તોડીને કાઢી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન ઘ્વારા જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહી છે. પાકિસ્તાને આખી રાત એલઓસી પર ફાયરિંગ કર્યું અને તેમને ભારતીય સેનાના બંકરો સહીત સ્થાનીય લોકોના ઘરો અને લોકોની વસ્તી ધરાવતા વિસ્તારોને પણ ટાર્ગેટ કર્યા.

indian army

એએનઆઈ અનુસાર અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં સેનાના 7 જવાનો ઘાયલ થયા છે. જેમાંથી 5 જવાનોને સામાન્ય ઇજા પહોંચી છે, જયારે 2 ઘાયલ જવાનોને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવેલી ફાયરિંગને કારણે પુંછમાં ઘણા ઘરોને નુકશાન થયું છે.

આ પણ વાંચો: શું છે એર સ્ટ્રાઈક, જેનાથી ભારતીય એરફોર્સે જૈશના અડ્ડા કર્યા તબાહ

એટલું જ નહીં પરંતુ સીમા પર વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીએ સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે. રાજોરીમાં જિલ્લા પ્રશાશને 27 ફેબ્રુઆરીએ એલઓસી થી 5 કિલોમીટરના અંતરે આવતી બધી જ સ્કૂલો અને પબ્લિક સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગને ધ્યાનમાં લેતા ડેપ્યુટી કમિશ્નર ઘ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. તેમને કહ્યું કે બુધવારે થવા જઈ રહેલી ધોરણ 5,6 અને 7 ની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ચીનમાં સુષ્મા સ્વરાજ, 'વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X