પુંછમાં ફાયરિંગ, 48 કલાકમાં પાંચમીવાર પાકની નાપાક હરકત

શ્રીનગર, 12 ઑગસ્ટ: ભારત-પાકિસ્તાન સરહદ પર એક અઠવાડિયાથી સતત પાકિસ્તાન આર્મી તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી છે. ગઇ રાત્રે પુંછમાં સ્થિત ભારતીય ચૌકીને નિશાનો બનાવીને સેનાએ સતત 9 કલાક સુધી ફાયરિંગ કર્યું છે.

સરહદ પર જ્યાં 48 કલાકમાં પાંચમીવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ પહેલા રવિવારે પુંછના કાનાચક સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવી. આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ પણ થયો હતો.

સમાચાર અનુસાર પાકિસ્તાન તરફથી પુંછના કેટલાંક સેક્ટરોમાં ગઇ કાલે રાત્રે 9.30 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી ફાયરિંગ થતી રહી છે. સતત થઇ રહેલી ફાયરિંગના કારણે પુંછના ગામોમાં લોકો પરેશાન છે.

ceasefire
આનાથી પહેલા 5 ઑગસ્ટના રોજ સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં ઘાયલ થયેલા બીએસએફના હેડ કોન્સ્ટેબલ રામનિવાસનું રવિવારે દિલ્હીના એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં મૃત્યું થયું હતું. આજે સરહદ પર શહીદ થયેલા જવાનના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ રાજસ્થાનના દૌસા જિલ્લાના ગઢ હિમ્મત સિંહમાં કરવામાં આવશે.

જોકે, શહીદ રામનિવાસ સરહદ પર નારાયણપુર પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઘાયલ થયા હતા. છેલ્લા છ દિવસોથી તેમની સારવાર એઇમ્સમાં ચાલી રહી હતી. શહીદના પરિવારનું કહેવું છે કે તેમને આર્થિક મદદ નથી જોઇતી પરંતુ તેઓ ઇચ્છે છે કે સરકાર હવે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ભારત પર જવાબી કાર્યવાહીનું દબાણ નાખે છે. તેમણે જણાવ્યું કે આ ગોળીબારી ઘુસણખોણીને પ્રોત્સાહન આપવા માટે કરાઇ છે અથવા તો પાકિસ્તાનની આંતરિક અસફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X